સોનામાં જિયોપૉલિટિકલ ટેન્શનની તેજીની સાથે મૉનિટરી કારણોની પણ તેજી ભળે તો આગામી દિવસોમાં નવી તેજી જોવા મળશે
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
યુક્રેનને અમેરિકન મિસાઇલથી રશિયા પર અટૅક કરવાની છૂટ મળ્યા બાદ યુક્રેને છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત રશિયા પર ક્રૂઝ-મિસાઇલથી અટૅક કરતાં સેફ હેવન ડિમાન્ડના વધારાથી સોનું ઊછળ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૬૭.૨૦ ડૉલર અને ચાંદી વધીને ૩૧.૩૭ ડૉલરની સપાટીએ પહોંચી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૫૯ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૩૯ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ સતત ત્રીજે દિવસે વધ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસમાં સોનાનો ભાવ ૩૧૯૩ રૂપિયા વધ્યો હતો.