નિફ્ટી ફ્યુચર, BSE ઇન્ડેક્સ અને બૅન્ક નિફ્ટીના સપોર્ટ-રેઝિસ્ટન્સ લેવલ સાથે ફીનિક્સ મિલ્સ સહિતના શૅરોની ટેક્નિકલ સ્થિતિ અને બજારના ટૂંકા, મધ્યમ તથા લાંબા ગાળાના ટ્રેન્ડનું વિશ્લેષણ.
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૧૩૨ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૫.૯૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૩૪૧.૯૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૭૬.૩૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૭,૨૬૪.૫૧ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૬૯૪ ઉપર ૭૭,૯૮૭ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૬,૮૨૨ નીચે ૭૬,૬૨૦, ૭૬,૩૯૦, ૭૬,૨૧૦, ૭૬,૧૬૦ સુધીની શક્યતા જોવા મળશે. બજારનો અન્ડરટોન નરમ છે. ઉછાળે સાવચેતી જોવાશે. સેબીના જડભરત જેવા CASની નેગેટિવ અસર પણ ખરી છતાં સ્ક્રિપ આધારિત વધઘટ જોવાશે. ક્રૂડના ભાવોની ચાલ પર પણ નજર રાખવી હિતાવહ.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૩૩૩.૮૭ છે જે ક્લોઝિંગ પ્રાઇઇના આધારે રોજ બદલાયા કરે છે.
BSC (૩૪૦૫.૦૦):
ADVERTISEMENT
૩૨૨૩ના બૉટમથી સાઇડવેઝમાં છે. દૈનીક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૪૧૨ ઉપર ૩૪૫૦, ૩૫૨૫, ૩૬૦૧, ૩૬૭૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૩૬૭ નીચે ૩૩૦૩ સપોર્ટ ગણાય.
ધ ફીનિક્સ મિલ્સ (૧૯૩૮.૯૦ :
૧૮૭૭.૬૦ના બૉટમથી સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં
૧૯૬૦ ઉપર ૧૯૭૨ કુદાવે તો ૧૯૮૭, ૨૦૦૫, ૨૦૧૧, ૨૦૨૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૯૧૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૭,૮૫૯.૦૦) :
૫૮,૩૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭,૯૭૬ ઉપર ૫૮,૩૮૦, ૫૮,૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭,૨૨૪, ૫૭,૧૫૧ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૪,૩૪૧.૯૦)
૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૩૮૦ ઉપર ૨૪,૪૩૦, ૨૪,૫૩૦, ૨૪,૫૭૪ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૧૩૨ નીચે ૨૪,૦૮૭ તૂટે તો ૨૪,૦૪૦, ૨૩,૮૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એક્સિસ બેન્ક (૧૨૬૫.૦૦)
૧૨૦૮.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૬૯ ઉપર ૧૨૯૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૫૬ નીચે ૧૨૪૮ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
વેદાન્તા (૨૮૭.૯૫)
૨૬૧.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૧ ઉપર ૨૯૭, ૨૦૫, ૩૧૨, ૩૧૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૭૭ નીચે ૨૭૩ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
