ઘણી વાર કોઈ ઘરમાં કોઈ ફંક્શન પછી વધેલી પ્લાસ્ટિકની ચમચીઓનો ઢગલો થઈ જતો હોય છે જેને આપણે કચરો ગણીને ફેંકી દઈએ છીએ. આ વેસ્ટમાંથી તમે ઘરના લિવિંગરૂમને નવો લુક આપી શકે એવી સનબર્સ્ટ મિરર-ફ્રેમ તૈયાર કરી શકો છો.
પ્લાસ્ટિકની ચમચીમાંથી ડેકોરેટિવ મિરર-ફ્રેમ
ઘણી વાર કોઈ ઘરમાં કોઈ ફંક્શન પછી વધેલી પ્લાસ્ટિકની ચમચીઓનો ઢગલો થઈ જતો હોય છે જેને આપણે કચરો ગણીને ફેંકી દઈએ છીએ. આ વેસ્ટમાંથી તમે ઘરના લિવિંગરૂમને નવો લુક આપી શકે એવી સનબર્સ્ટ મિરર-ફ્રેમ તૈયાર કરી શકો છો.
એ બનાવવા માટે સૌપ્રથમ બધી જ પ્લાસ્ટિકની ચમચીઓના હૅન્ડલને કાપી નાખો અને ફક્ત આગળનો જે ચમચીનો ગોળ ભાગ છે એને જ સાચવો. એક ગોળ અરીસાની આજુબાજુ આ ચમચીના કાપેલા ભાગોને ફૂલની પાંખડીઓની જેમ એક પછી એક લેયરમાં ચોંટાડો. બધી ચમચીઓ બરાબર ચોંટી જાય પછી એના પર ગોલ્ડન કે સિલ્વર કલરનો સ્પ્રે પેઇન્ટ કરો.
તૈયાર છે તમારો આલીશાન સનબર્સ્ટ મિરર. આ જોઈને કોઈ પણ વિશ્વાસ નહીં કરી શકે કે એ ફેંકી દેવાયેલી ચમચીઓમાંથી બનેલો છે. આ છે સાચું ક્રીએટિવ અપસાઇક્લિંગ, જે પર્યાવરણને પણ મદદરૂપ છે.