Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > પાંચ વર્ષ પહેલાં જ ખબર પડી શકશે કે હાર્ટ-ફેલ્યર થઈ શકે છે

પાંચ વર્ષ પહેલાં જ ખબર પડી શકશે કે હાર્ટ-ફેલ્યર થઈ શકે છે

Published : 17 April, 2026 08:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑક્સફર્ડના રિસર્ચરોએ બનાવેલું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મૉડલ આ કામ કઈ રીતે કરશે એ પણ જાણી લો, પાંચ વર્ષ પહેલાં જ ખબર પડી શકશે કે હાર્ટ-ફેલ્યર થઈ શકે છે

પાંચ વર્ષ પહેલાં જ ખબર પડી શકશે કે હાર્ટ-ફેલ્યર થઈ શકે છે

પાંચ વર્ષ પહેલાં જ ખબર પડી શકશે કે હાર્ટ-ફેલ્યર થઈ શકે છે


બદલાઈ રહેલા સમયમાં ટેક્નૉલૉજીની તાકાત છે કે એ હવે નહીં આવેલી બીમારીઓને રોકવામાં પણ સક્ષમ બની શકે છે. હાર્ટ-ફેલ્યર જેવી જીવલેણ સ્થિતિને હવે પાંચ વર્ષ પહેલાં જ ઓળખી શકાશે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મૉડલ વિકસાવ્યું છે જે સામાન્ય કાર્ડિઍક CT સ્કૅન દ્વારા હૃદયની આસપાસની ચરબીમાં થતા સૂક્ષ્મ ફેરફારોને પારખી શકે છે. આ ફેરફારો હૃદયના સ્નાયુઓમાં રહેલા ઇન્ફ્લમેશનને સૂચવે છે જે હાર્ટ-ફેલ્યરનું મુખ્ય કારણ છે. 
સામાન્ય રીતે CT સ્કૅનમાં ડૉક્ટરો માટે હાર્ટ-ફેલ્યરના ચેતવણીના સંકેતો જોવા અશક્ય હોય છે, પરંતુ આ નવું AI મૉડલ અત્યંત ચોકસાઈથી પરિણામ આપી શકે છે. ૭૨,૦૦૦ દરદીઓના ડેટા પર તાલીમ પામેલી આ સિસ્ટમ ૮૬ ટકાની ચોકસાઈ સાથે હાર્ટ-ફેલ્યરના જોખમનું અનુમાન લગાવી શકે છે. જે લોકોને આ સિસ્ટમ દ્વારા હાઈ-રિસ્ક જાહેર કરવામાં આવે છે તેમનામાં પાંચ વર્ષમાં હાર્ટ-ફેલ્યર થવાની શક્યતા અન્ય લોકો કરતાં ૨૦ ગણી વધુ હોય છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ હાર્ટ-ફેલ્યરનું નિદાન હંમેશાં ખૂબ મોડું થાય છે. ઘણી વાર દરદી હૉસ્પિટલમાં દાખલ થાય ત્યાં સુધીમાં હૃદયના સ્નાયુઓને ઘણું નુકસાન થઈ ગયું હોય છે. જો સમયસર જોખમ ઓળખી શકાય તો ડૉક્ટરો વધુ સારી રીતે સારવાર કરી શકે છે અને દરદીનું આયુષ્ય વધારી શકે છે. આ સંશોધનના મુખ્ય પ્રોફેસર તો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે આ પદ્ધતિ કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર દરદીને ઍબ્સલ્યુટ રિસ્ક સ્કોર આપી શકે છે. ભવિષ્યમાં આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કોઈ પણ કારણસર કરવામાં આવતા ચેસ્ટ CT સ્કૅન માટે થઈ શકશે. 
હાર્ટ-ફેલ્યરનાં સામાન્ય લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી, વધુપડતો થાક લાગવો, ચક્કર આવવાં અને પગ કે ઘૂંટણમાં સોજા આવવાનો સમાવેશ થાય છે. આ લક્ષણો ઘણી વાર અઠવાડિયાં કે મહિનાઓમાં ધીમે-ધીમે વિકસે છે, પરંતુ આ નવા સંશોધનથી હાર્ટ-ફેલ્યરના પાંચ વર્ષ પહેલાં જ એની સંભાવનાઓને જાણી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 08:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK