° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


શનિવાર night (ધારાવાહિક નવલકથા, પ્રકરણ – ૨૭)

25 September, 2021 08:18 AM IST | Mumbai | Soham

સુરેશે હવસ સાથે સ્વિમિંગ-પૂલમાં તરતી યુવતીને આંખોમાં ભરવાનું શરૂ કર્યું. યુવતી પણ જાણે કે તેની સામે અંગપ્રદર્શન કરવા માગતી હોય એ રીતે પૂલની કિનારીએ પહોંચીને પાળી પર જઈ બેઠી.

શનિવાર night

શનિવાર night

રમૈયા વસ્તાવયા, રમૈયા વસ્તાવયા...
મૈંને દિલ તુઝ કો દિયા...
સુરેશ આગળ વધતો રહ્યો અને અવાજ પણ મોટો થતો ગયો. અવાજનો વૉલ્યુમ વધતો હતો એમ-એમ સુરેશની દારૂ પીવાની સ્પીડ પણ વધતી હતી. સુરેશે બૉટલમાંથી છેલ્લો ઘૂંટ લીધો અને એને ગલોફાંમાં ભરીને જાણે કોગળા કરવા હોય એમ દારૂને ગલોફાંની બન્ને સાઇડ પર રમાડ્યો. દારૂનો કરન્ટ ગાલની રગ-રગમાં ઊતરી ગયો.
સુરેશના મસ્તક પર ચડતો મદ હવે તે પારખી શકતો હતો. જોકે પરખાઈ રહેલા મદ વચ્ચે પણ સુરેશે આજુબાજુમાં જોવાનું ચાલુ કર્યું. અવાજ આસપાસમાંથી જ આવતો હતો. 
કૌન હૈ યે?
સુરેશે આસપાસમાં જોયું અને તેને દૂર ચંદ્રના પ્રકાશમાં ચળકતું પાણી દેખાયું. પાણીનો રંગ બ્લુ હતો. સુરેશની આંખો સહેજ મોટી થઈ. તેણે ચળકતા પાણીને ધ્યાનથી જોયું. એ સ્વિમિંગ-પૂલ હતો અને એમાં કોઈ તરતું હતું.
ઓહ આ... 
સુરેશે બન્ને ઘોડાને બાજુના ઝાડ સાથે બાંધવાનું ચાલુ કર્યું. સ્વિમિંગ-પૂલ ઢોળાવ પર હતો એટલે ઘોડા સાથે ત્યાં જવું શક્ય નહોતું. 
સુરેશ ધીમે-ધીમે આગળ વધ્યો. ઝાડીઓની આડશ તેના હિતમાં હતી તો ઝાડીઓની આડશ તેને ઉશ્કેરવાનું કામ પણ કરતી હતી. પૂલના પાણીમાં તરતી તે યુવતી પણ જાણે કે સુરેશને ઉશ્કેરવા માગતી હોય એમ ધીમે-ધીમે કિનારા તરફ આવતી હતી. કિનારા તરફ આવતી યુવતીનો દેહ પાણીમાં બહાર આવતો અને સુરેશના આખા શરીરમાં કરન્ટ પસાર થઈ જતો.
 આ કઈ હોટેલ છે? કઈ વિલા? કેમ યાદ નથી આવતું?
આગળ વધતા સુરેશના મનમાં આ અને આવા અનેક પ્રશ્નો ચાલતા હતા. પ્રશ્નો પણ ચાલતા હતા અને પગ પણ. સામાન્ય સંજોગોમાં સુરેશ અટકી ગયો હોત; પણ દારૂનો નશો, સ્વિમિંગ-પૂલમાં તરતી યુવતીનું બ્યુટિફુલ બૉડી અને એ બૉડીનાં ઉપાંગો સુરેશને મદહોશ કરવાનું કામ કરતાં હતાં. અગાઉ સુરેશે ક્યારેય આવું દૃશ્ય જોયું નહોતું. બિકિનીમાં નહાતું જોબન અને એના પરથી નીતરતું પાણી સુરેશને દારૂના નશામાં ડબલ કિક આપવાનું કામ કરતાં હતાં. એમ છતાં પોતાની જાતને સંતાડી રાખવાની સભાનતા તેનામાં અકબંધ હતી. ઝાડીના સહારે તે સ્વિમિંગ-પૂલની નજીક પહોંચ્યો. તેની આંખોમાં આવતો જતો વાસના-ભાવ પણ હવે ચહેરા પર સ્પષ્ટ નીતરવા માંડ્યો હતો.
સુરેશે હવસ સાથે સ્વિમિંગ-પૂલમાં તરતી યુવતીને આંખોમાં ભરવાનું શરૂ કર્યું. યુવતી પણ જાણે કે તેની સામે અંગપ્રદર્શન કરવા માગતી હોય એ રીતે પૂલની કિનારીએ પહોંચીને પાળી પર જઈ બેઠી. બિકિનીમાંથી તેનું જોબન રીતસર નીતરતું હતું. વાળમાંથી નીતરતું પાણી તેના ગાલ પર થઈ દાઢી વાટે તેના છાતીના ઉગ્મસ્થાન પર પડતું હતું. જાણે કે એ પાણીના ડ્રૉપ્સ પોતે અનુભવવા માગતી હોય એમ તે યુવતીએ પોતાનાં ઉપરનાં આંતરવસ્ત્રોની ઉપરની કિનારી પકડીને સહેજ બહારની તરફ ખેંચી અને અંદર નજર કરી.
ઉભાર પણ જાણે કે એ નજરની જ રાહ જોતા હોય એમ એ મૂળ કદથી સહેજ બહાર આવ્યા. વક્ષ:સ્થળના કદમાં થયેલા આ વધારાને લીધે બ્રેસિયર સહેજ ખેંચાઈ અને ખેંચાયેલી બ્રેસિયર વચ્ચે વધારે ધારદાર બનેલી નિપલની ટોચે આંતરવસ્ત્રોને વધારે અણીદાર બનાવ્યાં.
સુરેશના હૃદયના ધબકારાએ જેટ ઝડપ પકડી લીધી હતી.
અચાનક સુરેશનું ધ્યાન ગયું. પેલી યુવતીએ પાછળ તરફ ઝૂકીને ત્યાં પડેલી ટિપોય પરથી મોબાઇલ લીધો. મોબાઇલ લેતી વખતે તેના નિતંબ વધારે પહોળા થયા. ભીના નિતંબ માખણના પિંડા જેવા કૂણા હતા એ સુરેશ પારખી ગયો.
યુવતીએ મોબાઇલ હાથમાં લઈને નંબર ડાયલ કર્યો અને એ જ સમયે સુરેશના મોબાઇલની રિંગ વાગી.
સુરેશ ધ્રૂજી ગયો. તેને લાગ્યું કે રિંગને કારણે તે પકડાઈ જશે. 
સુરેશે ઉશ્કેરાટ સાથે પોતાના પૅન્ટના મોબાઇલમાં રહેલો ફોન પહેલાં સાયલન્ટ કર્યો અને પછી ધીમેકથી મોબાઇલ બહાર સેરવ્યો.
મોબાઇલ સ્ક્રીન પર નામ વાંચીને તેના શરીરમાં વધુ એક વાર ધ્રુજારી પ્રસરી.
જાન.
મોબાઇલની સ્ક્રીન પર નામ લખ્યું હતું. આવું કોઈ નામ તો તેણે સેવ નહોતું કર્યું. તો પછી આ નામ કેવી રીતે મોબાઇલમાં ઝળકે છે? સુરેશે પેલી યુવતી તરફ જોયું. તેના કાન પર હજી મોબાઇલ હતો અને તેનો ફોન પણ હજી સામેથી રિસીવ થયો ન હોય એવું લાગતું હતું. સુરેશે ફોન રિસીવ કર્યો અને કાને રાખ્યો.
‘ક્યાં સુધી ત્યાં ઊભા રહેશો, આવો...’ 
સુરેશની નજર સામે મોબાઇલ પર વાત કરતી યુવતી પર હતી. તેણે સુરેશને જ ફોન લગાવ્યો હતો.
‘આઓ, હવે રાહ નથી જોવાતી...’
યુવતીએ સુરેશને આંગળીના ઇશારે પાસે આવવા કહ્યું અને સુરેશે હાથમાં રહેલી આખી બૉટલ પેટમાં પધરાવી દીધી. શરીરમાં આવી ગયેલા ગરમાવાને વધારે ઉત્તેજના આપવાનું કામ યુવતીએ કર્યું. સુરેશને પાસે બોલાવવાનો બીજી વાર ઇશારો કરતી વખતે તે યુવતીએ હાથ પીઠ પાછળ કર્યો અને બ્રેસિયરની ક્લિપ ખોલી નાખી. વક્ષ:સ્થળ પર પકડ ઢીલી થતાં જ ટૉમ-ઍન-જેરી બહાર આવવા માટે ઊછળવા લાગ્યા.
સુરેશના શરીરમાં સાપોલિયાંઓએ ચટકા ભરવાનું ચાલુ કર્યું અને સુરેશે પગ ઉપાડ્યો. હવે સુરેશ ઝાડીની બહાર હતો. તે પેલીને સરળતાથી જોઈ શકતો હતો અને પેલી પણ તેને રીતસર ઘૂરતી હતી. ઘુરકાટ વચ્ચે પેલીએ પોતાની પૅન્ટીની ડાબી કમરે રહેલી દોરી ખોલી. દોરી ખોલવાના કારણે સાથળનો એ ભાગ પણ દેખાવો શરૂ થયો, જે ભાગ પૅન્ટીની પાછળ સંતાયેલો હતો.
આગળ વધતા સુરેશને પેલીએ ઇશારો કરીને પૂલમાં આવવાનું કહ્યું. સંમોહનગ્રસ્ત સુરેશ કંઈ પણ વિચાર્યા વિના સીધો સ્વિમિંગ-પૂલમાં ખાબક્યો અને તરતો તે પેલી તરફ આગળ વધ્યો. પેલીએ પણ ધીમેકથી પાણીમાં ઊતરવાનું શરૂ કર્યું. પાણીમાં ઊતરતાં પહેલાં તેણે પૅન્ટીની જમણી કમરની દોરી પણ ખોલી નાખી હતી. એ યુવતી પાણીમાં ઊતરી અને તેની પૅન્ટી પાણીની સપાટી પર બહાર આવી. હવે તેના શરીર પર માત્ર એક જ વસ્ત્ર હતું અને એ પણ બંધ થયા વિનાનું. પાણીના જોર વચ્ચે એ વસ્ત્ર પણ ઑલમોસ્ટ ઊંચકાઈ ગયું હતું. ઊંચકાયેલા એ વસ્ત્રની નીચે નજર કરવા માટે સુરેશ પાણીમાં અંદર ગયો.
સુરેશ જેવો અંદર ગયો કે તરત જ પેલી યુવતી પણ તેની સાથે અંદર ગઈ અને સુરેશના બન્ને હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. સુરેશ માટે એ સુખદ આઘાત હતો, પણ ચાર-છ ક્ષણમાં જ એ સુખદ આઘાત દુઃખદ બનવા માંડ્યો.
સુરેશથી શ્વાસ લેવાતો નહોતો, ઉપર જવાનું જોર તેનાથી થતું નહોતું અને પેલી યુવતીના હાથમાંથી છૂટવાની તાકાત પણ તેનામાં રહી નહોતી. તરફડિયાં મારતા સુરેશની આંખો ખૂલી ગઈ અને ખૂલી ગયેલી આંખો ફાટી ગઈ.
તે યુવતી શહેનાઝ હતી. શહેનાઝે સુરેશ સાથેનું લિપ-લૉક ખોલ્યું, પણ સુરેશને તેણે સપાટી પર આવવા દીધો નહીં. બ્લુ વૉટર વચ્ચે શહેનાઝે સુરેશના માથા પર વજન મૂક્યું અને સુરેશ સ્વિમિંગ-પૂલના તળિયે શહેનાઝની ખુલ્લી જાંઘ જોતો તરફડિયાં મારતો રહ્યો.
થોડી વાર પાણી ઊડ્યું અને પછી શાંત થઈ ગયું.
સ્વિમિંગ-પૂલથી બસો મીટર દૂર ઊભેલા બિંગોએ સ્વિમિંગ-પૂલ તરફ જોયું.
પૂલ ખાલી હતો અને પાણીની સપાટી પર સુરેશની ડેડ-બૉડી તરતી હતી.
lll
રાજે કિયારાને ખેંચી કે બીજી જ સેકન્ડે કિયારાએ હાથ ઝાટકી નાખ્યો. 
રાજ માટે કિયારાનું આ વર્તન જરા અજુગતું હતું. સામાન્ય રીતે કિયારાનું આવું વર્તન પિરિયડ્સ પહેલાં જોવા મળતું. એક વખત કિયારાએ રાજને સમજાવ્યું પણ હતું...
‘ઇરિટેશન સતત થયા કરે, મનમાં કોઈ વાતનો ડર રહે અને વાત કરવી તો ઠીક, કોઈ બોલાવે તો પણ ન ગમે એવું બિહેવિયર જે થાય એને પ્રી-મૅન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ કહે. એ દરેક ફીમેલમાં હોય. એજ થતાં ધીમે-ધીમે એ સિન્ડ્રોમની ઇન્ટેન્સિટી ઘટે...’
‘પીએમએસ?’ રાજે બેડ પર પડ્યા-પડ્યા જ પૂછ્યું, ‘બટ, આઇ થિન્ક એ તો અહીં આવ્યા એ પહેલાં જ...’
‘આઇ વૉન્ટ ટુ ટૉક ટુ યુ રાજ...’
કિયારાએ જવાબ આપવાને બદલે પ્રસ્તાવ મૂક્યો. રાજ સમજી ગયો કે વાત કોઈ જુદી છે અને એવું જ હતું. સવારથી કિયારા મૂડમાં નહોતી. માથેરાન આવ્યા પછી સૌથી પહેલાં જાગી જતાં સિડનો અવાજ આવતો નહોતો એટલે કિયારા જાગીને સૌથી પહેલાં તેની રૂમમાં ગઈ હતી. 
સિદ્ધાર્થને ફીવર હતો. તેને મેડિસિન આપીને કિયારા ફરી રૂમમાં આવી અને રાજે તેનો હાથ પકડી લીધો, જેને કિયારાએ ઝાટકી દીધો હતો.
‘હં...’
રાજ ઊભો થયો અને તેણે બે હાથ પહોળા કરીને રાતની આળસ ખંખેરી.
lll
‘હેય હની...’ 
ગાર્ડનમાં બેઠેલી કિયારાને રાજે પાછળથી હગ કર્યું, પણ કિયારાએ કોઈ પ્રત્યાઘાત આપ્યો નહીં એટલે રાજ સમજી ગયો કે કિયારાના મનમાં કોઈ મોટી ગડમથલ ચાલે છે.
‘વૉટ હૅપન્ડ... એવરીથિંગ ઑલરાઇટ?’
રાજ બાજુમાં પડેલી ચૅર પર બેઠો અને કપમાં ચા ભરવી શરૂ કરી.
‘નો...’ કિયારાએ વજન સાથે કહ્યું, ‘ખબર નથી મને કે હું કેવી રીતે કહું તને; પણ રાજ, સમથિંગ ઇઝ નૉટ રાઇટ...’
‘મીન્સ...’
કિયારાએ સેસિલ તરફ નજર ફેરવી.
‘લુક ઍટ ધીસ, લુક... કેવી શાંતિ છે. કેટલું સરસ દેખાય છે બધું; પણ રાજ, સમથિંગ ઇઝ રૉન્ગ... આ સાયલન્સમાં કંઈક વિઅર્ડ છે, સમથિંગ વિઅર્ડ...’
‘કિયારા લિસન...’
‘નો, આઇ ડોન્ટ વૉન્ટ ટુ લિસન...’ કિયારા રીતસર અકળાઈ ગઈ, ‘છે, અહીં કંઈક છે અને સાચે જ છે... કેમ તને સમજાવું, કેમ કહું; પણ રાજ, છે કંઈક. વિઅર્ડ છે અહીં કંઈક... તું સમજ.’
કિયારાએ એક પછી એક એ બધી ઘટનાઓ રાજની સામે મૂકી જે ઘટનાઓનો અનુભવ તેણે કર્યો હતો. રાજ એકચિત્તે સાંભળતો રહ્યો. વાત પૂરી કરતી વખતે કિયારાની આંખોમાં પાણી આવી ગયાં હતાં.
‘રાજ, હું કોઈની પ્રેઝન્સ ફીલ કરું છું. કોઈની, કોઈ લેડીની, કોઈ બાળકની. એવા બાળકની જે સતત મારી આસપાસ, મારી આજુબાજુમાં છે... મને... મને બોલાવે છે અને... અને હું તેને જોઈને બસ, એમ જ જોતી રહું છું. કોઈ બીજું બાળક...’
‘કૂલ...’ એકધારી બોલતી કિયારાના ખભા પર રાજે હાથ મૂક્યો, ‘અને જરા યાદ કર, પિરિયડ્સની ડેટ્સ...’
‘ડોન્ટ ટૉક નૉનસેન્સ રાજ...’ કિયારા ઊભી થઈ ગઈ, ‘હું જે બને છે એ કહું છું. રાજ લેટ્સ મૂવ ફ્રૉમ હિયર. જઈએ અહીંથી. નથી રહેવું અહીં... નથી અહીં આપણે સેફ...’ 
‘જઈશુંને, અહીં રોકાવાના થોડા છીએ.’ રાજે આશ્વાસન આપ્યું, ‘બે દિવસની તો વાત...’
‘એક દિવસ પણ નહીં, હવે નહીં. તું માનને મારી વાત.’
ઠંડી હવાની આછી સરખી લહેર આવી અને એ લહેર સાથે ઑર્ચિડ ફ્લાવરની ખુશ્બૂ પણ વાતાવરણમાં પ્રસરી ગઈ. 
‘જવાનું નથી, રાઇટ...’
પાછળથી રાજના કાનમાં અવાજ આવ્યો.
રાજે ઝાટકા સાથે પાછળ ફરીને જોયું, પણ પાછળ કોઈ દેખાયું નહીં. 
રાજે ચારે બાજુ નજર કરી.
શહેનાઝ ત્યાં જ હતી, પણ રાજ તેને જોઈ નહોતો શકતો.
વધુ આવતા શનિવારે

25 September, 2021 08:18 AM IST | Mumbai | Soham

અન્ય લેખો

દિવાળી અને મોટી ફિલ્મો

આ બન્ને એકમેકના પર્યાય હતા અને એ દિશા હવે ધીમે-ધીમે ખૂલવાની છે, પણ એ તો જ ખૂલશે જો આપણે ચીવટ રાખીશું. સૌકોઈને એક રિક્વેસ્ટ, જો ક્યાંય સહેજ પણ સિમ્પ્ટમ્સ દેખાતા હોય તો પ્લીઝ ઘરે રહેજો

28 October, 2021 01:50 IST | Mumbai | JD Majethia

શું તમને માનવામાં આવે કે કિંગ ખાન પૈસા દેવાને બદલે ઍફિડેવિટના રસ્તે ચાલે?

શું સમીર વાનખેડે ન જાણતો હોય કે પોતે કઈ ગલીમાં હાથ નાખે છે, શું એને ન ખબર હોય કે શાહરુખ ખાન નામના કિંગ ખાનની પહોંચ કયા લેવલ પરની છે? આવું બને ક્યારેય, પૉસિબલ પણ છે આવી વાત?

28 October, 2021 09:21 IST | Mumbai | Manoj Joshi

ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

‘માણસો કેવા ઇમોશનલફુલ હોય એ તારે જોવું હોય તો શિવાનીને મળી આવ...’

28 October, 2021 08:23 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK