સોશ્યલ પર મીડિયા પર ફોટો શૅર કરીને આની જાહેરાત કરવામાં આવી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
૪૫ વર્ષની ટેનિસ સ્ટાર વિનસ વિલિયમ્સે ૩ મહિના બાદ ફરી તેના પતિ અને ઇટાલિયન ઍક્ટર ઍન્ડ પ્રોડ્યુસર ઍન્ડ્રિયા પ્રેટી સાથે લગ્ન કર્યાં હતાં. મંગળવારે સોશ્યલ પર મીડિયા પર ફોટો શૅર કરીને આની જાહેરાત કરવામાં આવી હતી. બન્નેએ ત્રણેક મહિના પહેલાં ૨૮ સપ્ટેમ્બરે પ્રથમ વાર ઇટલીમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં.
જુલાઈમાં ૪૫ વર્ષની ઉંમરે ટૂર-લેવલ સિંગલ્સ મૅચ જીતીને વિનસ આવી કમાલ કરનાર બીજા નંબરની સૌથી મોટી ઉંમરની મહિલા ખેલાડી બની હતી.


