Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બદલાતા જીવનમાં બજેટિંગ

બદલાતા જીવનમાં બજેટિંગ

Published : 18 January, 2026 03:44 PM | IST | Mumbai
Priyanka Acharya

ખર્ચની કૅટેગરીમાં સૌપ્રથમ આવે છે ડાયરેક્ટ કૉસ્ટ – જેમ કે કરિયાણાનો ખર્ચ તથા આરોગ્ય અને શિક્ષણ પાછળનો ખર્ચ. આ બધી જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. બજેટ સારું ત્યારે જ કહેવાય જ્યારે આ ખર્ચમાં કાપ મૂકવાને બદલે એમાં સુરક્ષા માટે બફર રાખવામાં આવે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


એક રવિવારની સવારે મેહુલ ચા લઈને પોતાના વાર્ષિક બજેટનો ચોપડો ખોલીને બેઠો. ગયા વર્ષે બનાવેલું બજેટ ખૂબ જ સ્પષ્ટ અને લૉજિકલ લાગતું હતું પરંતુ હકીકતમાં એ કોઈ કામનું સાબિત થયું નહોતું. અચાનક માર્કેટમાં મંદી આવતાં તેના બિઝનેસ પર પ્રતિકૂળ અસર પડી હતી, સંતાનની સ્કૂલ ફી વર્ષના વચલા ભાગમાં જ વધારી દેવાઈ હતી અને ઉપરથી એક અણધાર્યો મેડિકલ ખર્ચ પણ આવ્યો હતો. ઘણા લોકો બજેટને સમયપત્રકની જેમ ગણે છે, જ્યારે જીવન તો ટ્રાફિક જેવું છે – ક્યારેક સરળ, ક્યારેક અટકાવવાળું અને ક્યારેક અણધાર્યું.
સમજદાર માણસો માત્ર નફા-નુકસાન પર નજર રાખતા નથી, તેઓ દરેક ખર્ચને અલગ-અલગ કૅટેગરીમાં વહેંચે છે અને જરા પણ ગભરાટ વગર કે ખર્ચમાં અંધાધૂંધ કાપ મૂક્યા વગર દરેકને અલગ-અલગ રીતે સાચવી લે છે. 
ખર્ચની કૅટેગરીમાં સૌપ્રથમ આવે છે ડાયરેક્ટ કૉસ્ટ – જેમ કે કરિયાણાનો ખર્ચ તથા આરોગ્ય અને શિક્ષણ પાછળનો ખર્ચ. આ બધી જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. બજેટ સારું ત્યારે જ કહેવાય જ્યારે આ ખર્ચમાં કાપ મૂકવાને બદલે એમાં સુરક્ષા માટે બફર રાખવામાં આવે. એનું કારણ એ કે અણધાર્યા ખર્ચ મોટા ભાગે અહીં જ આવે છે.
પછી આવે છે ઍડ્મિનિસ્ટ્રેટિવ કૉસ્ટ એટલે કે ઘરની સુવિધાઓ પાછળનો ખર્ચ (વહીવટી ખર્ચ). વીજળીનું બિલ, મોબાઇલ, ઇન્ટરનેટ, ટ્રાન્સપોર્ટ, વગેરે. આ ખર્ચ પર નિયંત્રણ રાખી શકાય છે. આવક ઘટે ત્યારે અહીં થોડો ફેરફાર કરવાથી જીવનશૈલી પર ગંભીર અસર પડતી નથી.
ત્રીજો ભાગ છે લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી પાછળનો ખર્ચ. બહાર જમવું, ફરવા જવું, નવાં ગૅજેટ્સ ખરીદવાં, વગેરે. આ સૌથી વધુ લવચીક ખર્ચ છે. આવક સારી હોય ત્યારે વધે, મુશ્કેલ સમયમાં આપમેળે ઘટી જાય. લોકો અહીં જ ભૂલ કરે છે – તેઓ જીવનશૈલીને સ્થિર માને છે અને મૂળભૂત જરૂરિયાતોને ઍડ્જસ્ટ કરે છે.
છેલ્લે આવે છે ફાઇનૅન્સ કૉસ્ટ, જેમાં EMI, ક્રેડિટ કાર્ડ, વગેરે. સારું અને લવચીક બજેટ હંમેશાં આ ખર્ચને ધીમે-ધીમે ઓછો કરવાની દિશામાં કામ કરે છે. 
બજેટિંગની સાચી તાકાત એની ચોકસાઈ નથી પરંતુ અનુકૂલનની, ફેરફારો લાવી શકવાની ક્ષમતા છે. ‘આ વર્ષે કેટલો ખર્ચ કરવો?’ એવો પ્રશ્ન પૂછવાને બદલે આ પ્રશ્નો વધુ ઉપયોગી છે :

  • આવક ઘટે ત્યારે કયો ખર્ચ ઘટાડવો?
  • કયા ખર્ચ માટે પૂરેપૂરી જોગવાઈ કરી રાખવી?
  • કયો ખર્ચ ક્યારેય આવક કરતાં વધવો ન જોઈએ?
  • બજેટિંગના સરળ અને વ્યવહારુ નિયમો દરેક કૅટેગરી માટે ચોક્કસ રકમ નહીં, પરંતુ ટકાવારી નક્કી કરો.
  • બજેટનો રિવ્યુ વર્ષમાં એક વાર નહીં, દર ત્રણ મહિને કરો.
  • આવક વધે ત્યારે જીવનશૈલી પાછળનો ખર્ચ વધારતાં પહેલાં બચત વધારો.
  • આવક ઘટે ત્યારે જીવનશૈલી પાછળનો ખર્ચ ઘટાડો, વહીવટી ખર્ચ જરૂરિયાત પૂરતો જ કરો અને ખાધાખોરાકીના ખર્ચમાં ક્યારેય ગભરાઈને કાપ ન મૂકો.
  • બદલાતા સમયમાં ગભરાટથી નહીં પરંતુ સમજદારીપૂર્વક કામ લેવું એ જ ખરી નાણાકીય શિસ્ત છે.

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2026 03:44 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK