Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પતિ પત્નીને અને પત્ની પતિને સમજવાનું કેમ અવૉઇડ કરે છે?

પતિ પત્નીને અને પત્ની પતિને સમજવાનું કેમ અવૉઇડ કરે છે?

13 October, 2021 07:55 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

એવું નથી કે આ વાત માત્ર હસબન્ડ-વાઇફને જ લાગુ પડે છે. બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના સંબંધમાં પણ આ જ વાત લાગુ પડે અને એવું શું કામ બને છે એ જૉન ગ્રેએ ‘મેન આર ફ્રૉમ માર્સ, વિમેન આર ફ્રૉમ વીનસ’માં બહુ સરસ રીતે સમજાવ્યું છે

પતિ પત્નીને અને પત્ની પતિને સમજવાનું કેમ અવૉઇડ કરે છે?

પતિ પત્નીને અને પત્ની પતિને સમજવાનું કેમ અવૉઇડ કરે છે?


તમને તમારી વાઇફથી પ્રૉબ્લેમ છે? તમને તમારાથી હસબન્ડથી પ્રૉબ્લેમ છે? હસબન્ડ-વાઇફ છોડો, બૉયફ્રેન્ડને ગર્લફ્રેન્ડથી અને ગર્લફ્રેન્ડને બૉયફ્રેન્ડથી સતત પ્રૉબ્લેમ છે, અખૂટ ફરિયાદો છે?
જો જવાબ હા હોય તો જૉન ગ્રેની રિલેશનશિપ બુક ‘મેન આર ફ્રૉમ માર્સ, વિમેન આર ફ્રૉમ વીનસ’ તમારા માટે ભારોભાર ઉપયોગી છે. રિલેશનશિપમાં શું કામ ફરિયાદ રહ્યા કરે છે અને આ ફરિયાદોના કારણે રિલેશનશિપ કેવી રીતે બ્રેકઅપ સુધી પહોંચી જાય છે એની વિગતવાર ચર્ચા કરતી આ બુકની અત્યાર સુધીમાં પંદર મિલ્યન બુક વેચાઈ છે. આ જ બુકના રાઇટ્સ ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સે લીધા છે અને એને સેન્ટરમાં રાખીને ફિલ્મ બનાવવાની અનાઉન્સમેન્ટ પણ કરી છે તો ટીવી-શો પણ બની ચૂક્યો છે અને ૨૦૦૬માં ‘મેન આર ફ્રૉમ માર્સ, વિમેન આર ફ્રૉમ વીનસ’ પરથી ફ્રેન્ચ સ્ટેજ પર પણ શો બન્યો અને લગાતાર છ વર્ષ ચાલ્યો. આ જ શોને ઇંગ્લિશ પણ કરવામાં આવ્યો, જે કોવિડના કારણે યુરોપમાં અધવચ્ચે અટકાવવો પડ્યો. જૉન ગ્રે કહે છે, ‘જે ફરિયાદો છે એ જેન્ડરની ક્વૉલિટી અને જેન્ડરની સાઇકોલૉજી પર આધારિત છે. જે પ્રશ્ન સ્ત્રીને સાવ ફાલતુ લાગે એ પ્રશ્ન પુરુષો માટે જીવનમરણનો લગતો હોય અને જે વાત પુરુષને ક્ષુલ્લક લાગતી હોય એ વાત સ્ત્રીઓને તેના અસ્તિત્વ સમાન લાગતી હોય છે અને કૉન્ફ્લિક્ટ અહીંથી જ ઊભા થાય છે.’
મહર્ષિએ સમજાવ્યું સંબંધોનું મહત્ત્વ | દુનિયાની ચાલીસથી વધુ ભાષામાં ટ્રાન્સલેટ થયેલી ‘મેન આર ફ્રૉમ માર્સ, વિમેન આર ફ્રૉમ વીનસ’ લખનારા જૉન ગ્રે રિલેશનશિપ કાઉન્સેલર, લેક્ચરર પણ છે. જૉન ગ્રેનો જન્મ અમેરિકામાં થયો હતો. માબાપ બન્ને ક્રિશ્ચન પણ એમ છતાં બન્ને યોગમાં વિશ્વાસ ધરાવતાં એટલે જૉન પણ યોગ કરતો થયો અને યોગે તેને મહર્ષિ યોગીની ફ્લૉરિડા ખાતેની મહર્ષિ ઇન્ટરનૅશનલ યુનિવર્સિટી અને સ્વિટ્ઝરલૅન્ડની મહર્ષિ યુરોપિયન રિસર્ચ યુનિવર્સિટી સુધી લઈ જવાનું કામ કર્યું. આ યુનિવર્સિટીના કારણે જૉન ગ્રે સીધા મહર્ષિ યોગીના સંપર્કમાં આવ્યા અને નવ વર્ષ તેમના પર્સનલ અસિસ્ટન્ટની જવાબદારી તેમણે નિભાવી. અફકોર્સ, એ પછી જૉને અમેરિકન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું પણ મહર્ષિ યુનિવર્સિટીમાં મહર્ષિનાં લેક્ચર્સ સાંભળવાના કારણે રિલેશનશિપની બાબતમાં તેના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. મનમાં ઊભા થયેલા એ તમામ પ્રશ્નો તે પોતાની આસપાસના રિલેશનશિપમાં પણ સતત જોતા હતા. એના જવાબો શોધતાં-શોધતાં જ જૉનના મનમાં એક વાત બંધ બેસી ગઈ કે જો પુરુષ સ્ત્રીની અને સ્ત્રી પુરુષની સાઇકોલૉજી સમજવા માંડે તો રિલેશનશિપમાં આવતા તનાવ દૂર થઈ જાય. જૉન ગ્રે કહે છે, ‘પુરુષનો સ્વભાવ મંગળ જેવો અને સ્ત્રીનો સ્વભાવ શુક્ર ગ્રહ જેવો હોય છે. એ બન્ને ન સાથે રહી શકે, ન  અલગ થઈ શકે. જો આ અવસ્થાને પેઇનફુલ ન બનાવવી હોય તો તમારી પાસે એકબીજાને સમજવા સિવાય કોઈ રસ્તો બાકી બચતો નથી.’
પોતાના જ જીવનની એક ઘટના પછી જૉન ગ્રેને થયું કે એક જ વાતને સાવ જુદી રીતે જોતા રહેવાની આ માનસિકતાને ઓળખવી જોઈએ. જૉને સાત વર્ષ રિસર્ચ કર્યુ, રિસર્ચ પછીનું જે સર્જન થયું એ સર્જન એટલે ‘મેન આર ફ્રૉમ માર્સ, વિમેન આર ફ્રૉમ વીનસ.’ એક નાનકડી સ્પષ્ટતા કરવાની, જૉન ગ્રેને ક્યારેય લેખક બનવું નહોતું પણ પેલા રિસર્ચને દુનિયા સાથે શૅર કરવાના તેમના વિચારે તેમને ઑથર બનાવી દીધા.
બુક બચાવે છે રિલેશનશિપ | અમેરિકાની સીએનએન ચૅનલે જૉન ગ્રેની આ બુકને રિલેશનશિપ-સેવિયર ગણાવી છે. જૉન ગ્રેની બુક થકી અત્યાર સુધીમાં જગતમાં લગભગ પાંચેક લાખ જેટલાં મૅરેજ તૂટવા પરથી અટકી ગયાં છે. જૉન ગ્રેની વાત કરીએ તો તેણે પણ પહેલી વાઇફથી ડિવૉર્સ લીધા હતા પણ એ પછીનાં તેનાં મૅરેજ વાઇફનું અવસાન થયું ત્યાં સુધી એટલે કે બત્રીસ વર્ષ રહ્યાં. અમેરિકામાં આટલી લાંબી મૅરિડ લાઇફ ખરેખર વખાણવાલાયક કહેવાય પણ જૉન પોતે એ સક્સેસફુલ રિલેશનશિપનો જશ પોતાની બુકને આપે છે. જૉને કહ્યું છે કે તમે ઇચ્છો કે ન ઇચ્છો, સ્વીકારો કે ન સ્વીકારો પણ હકીકત છે કે રિલેશનશિપમાં પણ ગિવ-ઍન-ટેક નોટિસ થતું હોય છે. જે સમયે એ રેશિયોનું બૅલૅન્સ તૂટે છે એ સમયે રિલેશનશિપ બરડ અને બરછટ બનવા લાગે છે. એવા સમયને ઓળખવો બહુ જરૂરી છે. જો એને ઓળખી લીધા પછી એ સુધારવામાં ન આવે તો એ રિલેશનશિપનું આયુષ્ય લાંબું નથી રહેતું અને આવા સમયે માત્ર ને માત્ર પ્રેમ, લાગણી અને હૂંફ જ કામ લાગે છે.

સ્ટોરી શૉર્ટકટ



‘મેન આર ફ્રૉમ માર્સ, વિમેન આર ફ્રૉમ વીનસ’ નૉન-ફિકશન છે પણ એમાં કિસ્સાઓ ટાંકવામાં આવ્યા છે. બુકના પહેલા જ ચૅપ્ટરમાં જૉન કહે છે, પુરુષ મંગળ પર રહેતો અને મહિલા શુક્ર પર રહેતી. પુરુષે મહિલાને જોઈ તેની તરફ અટ્રૅક્ટ થયો અને તે મહિલાને લઈને પૃથ્વી પર આવ્યો. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું પણ એ પછી ઝઘડાઓ શરૂ થયા અને બન્ને છૂટાં પડ્યાં. આ છૂટા પડવાનું એટલે બન્યું કે બન્ને ભૂલી ગયાં કે એ બન્ને એક પ્લૅનેટનાં છે જ નહીં. પ્લૅનેટ અલગ હતા એટલે બન્નેનો સ્વભાવ, આદત, વર્તણૂક અને દૃષ્ટિકોણ જુદાં છે. જે જુદાં છે એને એ જ રીતે સ્વીકારી લેશો તો અને તો જ એ સંબંધોની મીઠાશ અકબંધ રહેશે. સંબંધોમાં થતા ઝઘડાઓને કાયમી તિલાંજલિ આપવાનું કામ આ બુક કરે છે. એકબીજાને સમજવાની પ્રક્રિયા અને એકબીજાને અનુરૂપ, અનુકૂળ થવાની ભાવના પણ સમજાવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2021 07:55 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK