Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ યુવતીનો વીડિયો જોઈ યુવાનો થયાં લગ્ન કરવા ઉતાવળા, એવું શું છે આ વાયરલ વીડિયોમાં!

આ યુવતીનો વીડિયો જોઈ યુવાનો થયાં લગ્ન કરવા ઉતાવળા, એવું શું છે આ વાયરલ વીડિયોમાં!

26 April, 2024 07:08 PM IST | Patna
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Viral Video: પોતાને માંગલિક ગણાવતી એક યુવતીએ સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કહેવાય છે કે, જે લોકોને મંગળ હોય તે લોકોના લગ્ન ખૂબ જ મુશ્કેલીથી થાય છે. જો છોકરો કે છોકરી માંગલિક છે, તો તેણે માંગલિક જીવનસાથી સાથેજ લગ્ન કરવા પડે છે નહીં તો તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવશે એવું જહેવાય છે. જો છોકરી માંગલિક હોય તો છોકરાના જીવનમાં મુશ્કેલીઓ આવે છે, જ્યારે છોકરો માંગલિક હોય તો છોકરીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કુંડળી જોઈને જ પરિવારના સભ્યો એક માંગલિકના બીજા માંગલિક સાથે લગ્ન કરાવે છે. આવી જ એક માંગલિક યુવતીનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ (Viral Video) થયો છે. જેમાં યુવતી માંગલિક છોકરીઓના લગ્નની વાત કરી રહી છે.

ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ઝડપથી વાયરલ થઈ રહેલો વીડિયો શૅર કરતી વખતે યુવતીએ લખ્યું છે કે, જો મંગળ હોય તો અમને કહો, અમે જાતે જ લગ્નની જાન લઈને આવીશું.



આ છોકરીનું નામ જુહી સિંહ છે, જે ઈન્સ્ટાગ્રામ પર @juhiparasher નામથી વીડિયો બનાવે છે. વીડિયો શૅર કરતી વખતે જૂહીએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘શું માંગલિક બિન-માંગલિક સાથે લગ્ન કરી શકે છે? શું આ સમાજ અપનાવી શકશે?’


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by juhi singh (@juhiparasher)


યુવતી પોતાને વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર ગણાવે છે અને બિહાર (Bihar) ની રહેવાસી છે. જુહીએ આ વીડિયો શૅર કરતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ ગયો. અત્યાર સુધીમાં વીપિયો ૧૧ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ચાર હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે. હજારો લોકોએ તેને લાઇક પણ કર્યો છે.

કમેન્ટ્સમાં મોટાભાગના લોકો આ માંગલિક છોકરી સાથે લગ્ન કરવા તૈયાર હતા. કોઈએ પોતાને સંપૂર્ણ માંગલિક જાહેર કર્યા છે તો કોઈ તેની માતા પાસેથી પરવાનગી લેવાની વાત કરી રહ્યું છે. આટલું જ નહીં, કોઈ તેના માંગલિક મિત્ર માટે આ છોકરી સાથે સંબંધની વાત કરી રહ્યું છે. કમેન્ટમાં એક યુઝર તરુણ પંડિતે લખ્યું છે કે, મારે મારી માતાને કહેવું પડશે કે મને મારી શુભ પુત્રવધૂ મળી ગઈ છે. તે જ સમયે મનીષ પંડિત નામના યુઝરે યુવતીને તેની ઉંમર પણ પૂછી હતી. તેણે લખ્યું છે કે હું માંગલિક છું અને 23 વર્ષનો છું. પણ કૃપા કરીને મને તમારી ઉંમર જણાવો.

વાયરલ વીડિયો પર મોટાભાગની કમેન્ટ્સ ખુબ ફની છે.

જૂહીની પ્રોફાઈલ જોઈને તમને અંદાજ આવી જશે કે, તે આ પ્રકારના મનોરંજક વીડિયો બનાવે છે. કેટલાક વીડિયોમાં તે ડેટિંગ માટે બિહારી છોકરાને શોધી રહી છે તો કેટલાક વીડિયોમાં તે લખે છે કે, હું એટલી સારી છું કે કોઈ મારા લાયક નથી.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 07:08 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK