આ પહેલાં ગયા વર્ષે બીજી નવેમ્બરે આ ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું હતું અને હવે ગઈ કાલે રિલીઝ કરાયેલા ફર્સ્ટ લુકમાં શાહરુખના લુક, ઍક્શન ટોન, થીમ મ્યુઝિક અને ‘ડર નહીં, દહશત હૂં’ ડાયલૉગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
શાહરુખ ખાન
શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ‘કિંગ’ની રિલીઝની તારીખની સત્તાવાર જાહેરાત કરતા કહ્યું છે કે ‘કિંગ’ ૨૪ ડિસેમ્બરે ક્રિસમસના અવસરે થિયેટર્સમાં રિલીઝ થશે. રિલીઝ-ડેટની જાહેરાતની સાથે-સાથે મેકર્સે ફિલ્મની એક ઝલક પણ દર્શકો સામે મૂકી છે. આ ફિલ્મમાં શાહરુખ સિલ્વર હેરવાળા લુકમાં હાઈ-લેવલ ઍક્શન કરતો જોવા મળે છે. આ પહેલાં ગયા વર્ષે બીજી નવેમ્બરે આ ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું હતું અને હવે ગઈ કાલે રિલીઝ કરાયેલા ફર્સ્ટ લુકમાં શાહરુખના લુક, ઍક્શન ટોન, થીમ મ્યુઝિક અને ‘ડર નહીં, દહશત હૂં’ ડાયલૉગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.


