અભિનેત્રીના લગ્નની પહેલી તસવીર પણ સામે આવી છે. જેમાં હંસિકા અને સોહેલ બંને ખૂબ જ ખુશ જોવા મળે છે.

હંસિકા મોટવાણીએ લીધા સાત ફેરા
સાઉથથી લઈને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી હંસિકા મોટવાણી (Hansika Motwani Wedding) છેલ્લા કેટલાક સમયથી તેના લગ્નને લઈને ચર્ચામાં છે. આખરે આજે તે સોહેલ કથુરિયાની દુલ્હન બની છે. અભિનેત્રીના લગ્નની પહેલી તસવીર પણ સામે આવી છે. જેમાં હંસિકા અને સોહેલ બંને ખૂબ જ ખુશ જોવા મળે છે. તસવીરોની સાથે હંસિકાના લગ્નના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં દુલ્હન બનેલી અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
હંસિકા (Hansika Motwani)એ તેના લગ્ન માટે ભારે ભરતકામ સાથે સુંદર લાલ લહેંગા પસંદ કર્યો છે. પર્ફેક્ટ મેકઅપ, માંગ ટીકા સાથે સુંદર આભુષણો હંસિકા પર ખૂબ જ શોભી રહ્યાં છે. જ્યારે સોહેલ કથુરિયા ઓફ વ્હાઇટ ગોલ્ડન વર્ક શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલી તસવીર અને વીડિયોમાં કપલ હાથ પકડીને ઘરમાં પ્રવેશતા જોઈ શકાય છે. બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
View this post on Instagram
હંસિકા મોટવાણીના લગ્નનો વીડિયો ફૂટેજ હંસિકા ઓફિશિયલ નામના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. બ્રાઇડલ આઉટફીટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ પણ વાંચો:SidKiEsha:રૂપ રૂપનો અંબાર અભિનેત્રી ઈશા કંસારાના ગ્રાન્ડ વેડિંગની જુઓ તસવીર
હંસિકા મોટવાની અને સોહેલા જયપુરમાં અરાવલીના પહાડો વચ્ચે મુંડોતા ફોર્ટમાં રૉયલ અંદાજમાં લગ્ન કરી લીધા છે. અહીં જ તેના પ્રી વેડિંગ ફંક્શન્સ પણ થયા હતાં. જેની તસવીર અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.