આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં ‘ટાઇગર વર્સસ પઠાન’ બનાવવાનો આઇડિયા કૅન્સલ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
ટાઇગર વર્સસ પઠાન
આ વર્ષે શાહરુખ ખાનની ‘પઠાન’ અને સલમાન ખાનની ‘બૅટલ ઑફ ગલવાન’ રિલીઝ થવાની છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે આ બન્ને સુપરસ્ટાર્સ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘ટાઇગર વર્સસ પઠાન’માં સાથે જોવા મળશે. જોકે હવે મળતી માહિતી પ્રમાણે હાલમાં આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મુકાઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે હાલમાં ફિલ્મમેકર આદિત્ય ચોપડા પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’ પર કામ કરી રહ્યો છે અને એના પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. યશરાજ ફિલ્મ્સની તાજેતરની ફિલ્મો ‘વૉર 2’ અને ‘મર્દાની 3’ બૉક્સ-ઑફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. આ પહેલાં ‘ટાઇગર 3’ પણ ધાર્યા પ્રમાણે કમાણી કરી શકી નહોતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં ‘ટાઇગર વર્સસ પઠાન’ બનાવવાનો આઇડિયા કૅન્સલ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.


