Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમ ખેર અને સ્વરૂપ સંપતના નાટક જાને પહચાને અનજાનેનો આજે NCPAમાં વર્લ્ડ પ્રીમિયર

અનુપમ ખેર અને સ્વરૂપ સંપતના નાટક જાને પહચાને અનજાનેનો આજે NCPAમાં વર્લ્ડ પ્રીમિયર

Published : 12 April, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુપમ ખેર દર ૧૦ વર્ષે નવું નાટક કરે છે, આ નાટક તેમની નવી થિયેટર-જર્ની છે.

નાટકની પ્રમોશનલ ઇવેન્ટમાં અનુપમ ખેર અને સ્વરૂપ સંપત.

નાટકની પ્રમોશનલ ઇવેન્ટમાં અનુપમ ખેર અને સ્વરૂપ સંપત.


અનુપમ ખેર અને સ્વરૂપ સંપત હાલમાં અનુપમ ખેર સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલું નાટક ‘જાને પહચાને અનજાને’ના પ્રમોશન માટેના એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યાં હતાં. આ નાટકમાં અનુપમ ખેર અને સ્વરૂપ સંપત બન્ને મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. ‘જાને પહચાને અનજાને’ એક મ્યુઝિકલ કૉમેડી છે. આ નાટક આજના સમાજમાં માનવસંબંધો વિશે છે. એમાં જે લોકો એકબીજાને ખૂબ જાણતા હોય છે એવું લાગે, પણ હજીયે અનેક રીતે અજાણ્યા જ રહી જાય છે. નાટકમાં આધુનિક જીવનના વિરોધાભાસ, લાગણીઓ, યાદો અને સંબંધોની જટિલતાને કૉમેડી અને સંગીતના માધ્યમથી દર્શાવવામાં આવી છે. ‘જાને પહચાને અનજાને’નો વર્લ્ડ પ્રીમિયર આજે સાંજે ૬.૩૦ વાગ્યે નરીમાન પૉઇન્ટ ખાતે આવેલા નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્‍સ (NPCA)માં યોજાશે. અનુપમ ખેર દર ૧૦ વર્ષે નવું નાટક કરે છે, આ નાટક તેમની નવી થિયેટર-જર્ની છે.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK