Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Asha Bhosle Passes Away : સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે નિધન- આવતીકાલે અંતિમસંસ્કાર

Asha Bhosle Passes Away : સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે નિધન- આવતીકાલે અંતિમસંસ્કાર

Published : 12 April, 2026 01:12 PM | Modified : 12 April, 2026 01:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Asha Bhosle Passes Away: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે અવસાન થયું છે. આશાતાઈના નિધનથી હિન્દી ફિલ્મ ઉદ્યોગ, સંગીત અને કલા જગતને મોટી ખોટ પડી છે

આશા ભોસલે

આશા ભોસલે


Asha Bhosle Passes Away: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે અવસાન થયું છે. આશાતાઈના નિધનથી હિન્દી ફિલ્મ ઉદ્યોગ, સંગીત અને કલા જગતને મોટી ખોટ પડી છે. આશા ભોસલેને ગઇકાલે કાર્ડિયાક અને શ્વાસ લેવમાં થયેલી તકલીફ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)




પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી આશાતાઈ (Asha Bhosle Passes Away)ની તબિયત લથડી ગઈ હતી. ગઇકાલે ગંભીર સ્થિતિમાં તેઓને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ આજે આશા ભોસલેના નિધનના સમાચાર આપ્યા છે. આનંદ ભોસલેએ તેમની માતાના નિધનના સમાચાર આપતા જણાવ્યું હતું કે આશા ભોસલેના અવયવો ફેલ થતાં ગયા હતા. ગઇકાલે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આજે તેઓનું અવસાન થયું છે. 

આશા ભોસલેના પાર્થિવ શરીરને આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લોઅર પરેલ ખાતે રાખવામાં આવશે.  તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે.


આશા ભોસલે (Asha Bhosle Passes Away)નો જન્મ સાંગલીમાં થયો હતો. મંગેશકર પરિવારમાં 1933માં જન્મેલા આશાતાઈએ 9 વર્ષની ઉંમરે વ્યાવસાયિક રીતે ગાવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાનું પહેલું ફિલ્મી ગીત 1943માં રેકોર્ડ કર્યું હતું અને 50ના દાયકા સુધીમાં બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આશા ભોસલેએ ઉમરાવ જાનમાં ઉત્કૃષ્ટ રીતે ગઝલો પણ ગાઈને નવીનતા આણી હતી. તેઓ સાત વખત ફિલ્મફેર બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર એવોર્ડની વિજેતા રહ્યા હતા અને ઉમરાવ જાનની `દિલ ચીઝ ક્યા હૈ` અને `મેરા કુછ સમાન` માટે બે વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યા હતા. 16 વર્ષની ઉંમરે તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ આશાજીએ 31 વર્ષીય ગણપતરાવ ભોસલે સાથે ભાગીને સાથે લગ્ન કર્યા હતા. ગણપતરાવ તેમના અંગત સચિવ હતા. જોકે, સાસરિયાઓએ દુર્વ્યવહાર કરતાં આશાએ લગ્ન તોડી નાખ્યા હતા. ત્રણ બાળકો સાથે રહ્યા બાદ 1960માં તેઓ અલગ થઈ ગયા હતા.

આશાજીએ 1980માં તેમણે લાંબા રિલેશન બાદ,તેમનાથી છ વર્ષ નાના સંગીતકાર રાહુલ દેવ બર્મન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નનો બર્મન પરિવાર, ખાસ કરીને આર. ડી. ની માતાએ વિરોધ કર્યો હતો. રાહુલ સુપ્રસિદ્ધ સંગીતકાર સચિન દેવ બર્મનના પુત્ર હતા. તેઓ 1994માં મૃત્યુ પામ્યા હતા. આશા ભોસલેની પૌત્રી, ઝનાઈ ભોસલે એક ગાયિકા છે.

આશાજી (Asha Bhosle Passes Away)ને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સર્વકાલિન મહાન ગાયક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આજે તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી છે પરંતુ તેમનો અવાજ, તેમનું સંગીત હંમેશા આપણી સાથે રહેશે. 

આશા ભોસલેના પાર્થિવ શરીરને આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લોઅર પરેલ ખાતે રાખવામાં આવશે.  તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK