ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મૅચ 17 ડિસેમ્બર, 2025 ના રોજ લખનઉના શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ એક T20 મૅચ હશે. ભારતે આ પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં 2-1 થી લીડ ધરાવી છે, જેથી જો ટીમ કાલે જીતશે તો ઇન્ડિયા સિરીઝ જીતશે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
બૉલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ ઑફિસ પર મબલખ કમાણી કરવાની સાથે ચર્ચાનો પણ વિષય બની છે. દર્શકો સાથે ઇન્ડસ્ટ્રીના બીજા અભિનેતાઓથી લઈને ફિલ્મ નિર્માતાઓ અને દેશના રાજકારણીઓ સુધી, દરેક જણ આ ફિલ્મ જોઈ રહ્યા છે. જેમાં હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢીને દક્ષિણ આફ્રિકા સાથેની મૅચ પહેલા લખનઉમાં રણવીર સિંહ અભિનીત ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું. ગૌતમ ગંભીર, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, તિલક વર્મા અને અન્ય ખેલાડીઓએ સોમવારે રાત્રે લખનઉના ફિનિક્સ પેલાસિયો મૉલ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મનો આનંદ માણ્યો હતો.
અહીં જુઓ સંપૂર્ણ વાયરલ વીડિયો
ADVERTISEMENT
लखनऊ में भारतीय क्रिकेट टीम पहुंची धुरंधर देखने ?
— Sandeep Thakur (@thakurbjpdelhi) December 16, 2025
जीते जी मरेंगे जो फ़िल्म के विरोधी हैं ? pic.twitter.com/ViPQwaXxD7
ભારતીય ક્રિકેટ ટીમ માટે સંપૂર્ણ ઓડી બુક કરાવી
મીડિયા અહેવાલ મુજબ, ક્રિકેટરો માટે સંપૂર્ણ ઓડી બુક કરવામાં આવી હતી. મૉલના પ્રાદેશિક નિર્દેશક સંજીવ સરીને જણાવ્યું, “અમે તેમના માટે આખી ઓડી નંબર 10 બુક કરાવી હતી કારણ કે તે અમારા સ્ટાર ખેલાડીઓ વિશે છે, અને તેમની સલામતી અને આરામ માટે અમારી પાસે ઘણા બધા પ્રોટોકોલનું પાલન કરવું પડે છે. તેથી, ફક્ત ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે જ ફિલ્મનો ખાસ શો જોયો. લખનઉમાં ચૅમ્પિયન ટીમ માટે આયોજન કરવાનો આનંદ થયો. ટુકડીની કુલ સંખ્યા 40 સભ્યોની હતી.” સારું, ચાલો આશા રાખીએ કે ભારતીય ક્રિકેટ ટીમે ફિલ્મનો આનંદ માણ્યો હશે.
આવતી કાલે ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મૅચ
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા મૅચ 17 ડિસેમ્બર, 2025 ના રોજ લખનઉના શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ એક T20 મૅચ હશે. ભારતે આ પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં 2-1 થી લીડ ધરાવી છે, જેથી જો ટીમ કાલે જીતશે તો ટીમ ઇન્ડિયા સિરીઝ પોતાના નામે કરી લેશે.
‘ધુરંધર’ બૉક્સ ઑફિસ કલેક્શન
ધુરંધરે 11 દિવસમાં રૂ. 381.25 કરોડ કલેક્શન કર્યું છે. 12 દિવસમાં, તે રૂ. 400 કરોડમાં પ્રવેશ કરશે, જે અદ્ભુત છે. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર બ્લોકબસ્ટર બની છે. પરંતુ, હવે દરેક વ્યક્તિ જાણવા માટે ઉત્સુક છે કે શું તે ‘છાવા’ના લાઈફ ટાઈમ કલેક્શનને વટાવીને 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે. વિકી કૌશલ અભિનીત છાવા ફિલ્મે રૂ. 585.7 કરોડ કલેક્શન કર્યું હતું. દરમિયાન ‘ધુરંધર’ બે ભાગની ફિલ્મ છે, અને ભાગ 2 આવતા વર્ષે માર્ચમાં ઈદ દરમિયાન રિલીઝ થવાની શક્યતા છે.
નસીબની એક બહુ સુંદર આદત છે કે એ સમય આવ્યે બદલાય છે
રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી રહી છે અને એ રોજ નવા-નવા રેકૉર્ડ કરી રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય ખન્નાનાં પાત્રોને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સંજોગોમાં રણવીર સિંહે પહેલી વખત ‘ધુરંધર’ની સફળતા પર પ્રતિભાવ આપ્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર એક સ્ટોરી લખીને કહ્યું છે, ‘નસીબની એક બહુ સુંદર આદત છે કે એ સમય આવ્યે બદલાય છે... પણ હાલમાં તો... નજર અને ધીરજ.’


