કૅટરિના અને વિકીના દીકરાનો જન્મ 7 નવેમ્બરના રોજ થયો હતો. ત્યારથી, આ કપલે જુનિયર કૌશલનો અત્યારસુધી કોઈ પણ ફોટો જાહેર કર્યો ન હતો. પરંતુ હવે, ચાહકોની ઇચ્છાઓ પૂર્ણ થઈ છે. આ કપલે તેમના દીકરાનું નામ ‘વિહાન કૌશલ’ રાખ્યું છે.
વિકી-કૅટરિનાના જીવનમાં થઈ નવી શરૂઆત
બૉલિવૂડના સૌથી પ્રખ્યાત કપલમાંથી એક એવા કૅટરિના કૈફ અને વિકી કૌશલે સોશિયલ મીડિયા પર તેમના દીકરાનો પહેલો ફોટો શૅર કરી ચાહકોને સરપ્રાઈઝ આપી છે. દીકરાના ફોટોને શૅર કરવાની સાથે સાથે, આ કપલે તેમના દીકરાનું નામ પણ જાહેર કરી દીધું છે. પોતાના ફેવરેટ સેલેબ્રિટી કપલના દીકરાની તસવીર અને નામની તેમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફોટોમાં વિકી અને કૅટરિનાના નવજાત બાળકની સુંદરતા જોઈને ચાહકો સહિત ફિલ્મ જગતના અનેક સેલેબ્સ પણ બાળક પર પ્રેમ વરસાવી રહ્યા છે. કૅટરિના કૈફ અને વિકી કૌશલે ડિસેમ્બર 2021 માં રાજસ્થાનમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.
કૅટરિના અને વિકીએ દીકરાનું નામ શું રાખ્યું?
ADVERTISEMENT
View this post on Instagram
કૅટરિના અને વિકીના દીકરાનો જન્મ 7 નવેમ્બરના રોજ થયો હતો. ત્યારથી, આ કપલે જુનિયર કૌશલનો અત્યારસુધી કોઈ પણ ફોટો જાહેર કર્યો ન હતો. પરંતુ હવે, ચાહકોની ઇચ્છાઓ પૂર્ણ થઈ છે. આ કપલે તેમના દીકરાનું નામ ‘વિહાન કૌશલ’ રાખ્યું છે.
ફોટો સાથે એક ખાસ વાત પણ કપલે શૅર કરી
સોશિયલ મીડિયા પર ફોટો શૅર કરતા, કપલે લખ્યું, "આપણી આશાનું કિરણ, વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો છે. જીવન સુંદર છે. અમારી દુનિયા એક ક્ષણમાં બદલાઈ ગઈ છે. શબ્દો વ્યક્ત કરી શકતા નથી કે અમે કેટલા આભારી છીએ." વિકી અને કૅટરિનાની આ પોસ્ટ પર બૉલિવૂડની ઘણી હસ્તીઓએ અભિનંદન પાઠવ્યા. જાહેરાત પછી, મીડિયા અને ચાહકો બન્નેએ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રી પરિણીતી ચોપરા, ભૂમિ પેડનેકર, સિદ્ધાંત ચતુર્વેદી, રિચા ચઢ્ઢા, દિયા મિર્ઝા, હૃતિક રોશન અને શિબાની અખ્તર સહિત અન્ય સેલેબ્સે કમેન્ટ સૅકશનમાં આ દંપતીને શુભેચ્છાઓ પાઠવી.
વિકીએ પિતા બનવાનો આનંદ વ્યક્ત કર્યો
View this post on Instagram
તાજેતરમાં, GQ ઇન્ડિયા સાથેની વાતચીતમાં, વિકી કૌશલે પોતાના જીવનના આ નવા તબક્કા વિશે જાહેરમાં વાત કરી હતી. તેણે કહ્યું, "આ વર્ષે પિતા બનવું મારા માટે 2025 ની સૌથી મોટી ક્ષણ છે. તે એક જાદુઈ અનુભૂતિ છે. મેં હંમેશા વિચાર્યું હતું કે જ્યારે આ સમય આવશે ત્યારે હું ખૂબ જ ભાવુક અને ઉત્સાહિત થઈશ, પરંતુ વાસ્તવમાં, તે મારા જીવનનો સૌથી શાંત અને શાંતિપૂર્ણ ક્ષણ રહ્યો છે."
ઍક્ટિંગ કરતાં ડાયપર બદલવામાં હવે હું વધારે એક્સપર્ટ બની ગયો છું
એક ઇવેન્ટમાં વિકીને સવાલ કરવામાં આવ્યો કે ઍક્ટિંગ અને ડાન્સમાં એક્સપર્ટ બન્યા પછી શું તેણે ડાયપર બદલવાનું પણ શીખી લીધું છે? આ સવાલ પર હસતાં-હસતાં જવાબ આપતાં વિકીએ કહ્યું કે ‘હવે હું ઍક્ટિંગ કરતાં ડાયપર બદલવામાં વધારે એક્સપર્ટ બની ગયો છું. પપ્પા બન્યા પછી હું પહેલી વખત મુંબઈની બહાર નીકળ્યો છું અને દીકરાને છોડીને મુંબઈની બહાર જવાનું કામ બહુ મુશ્કેલ છે. જોકે એક દિવસ જ્યારે મારો દીકરો આ બધું જોશે ત્યારે તેને પોતાના પિતા પર ગર્વ થશે. પિતા હોવાનો અર્થ શું છે એ શબ્દોમાં વ્યક્ત કરવું મારા માટે મુશ્કેલ છે.’


