સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજાસાબ’ની પ્રી-રિલીઝ ઇવેન્ટ વખતે હૈદરાબાદમાં તેને એક ફૅને સવાલ કર્યો કે લગ્ન ક્યારે કરશો? ત્યારે જવાબ આપતી વખતે પ્રભાસે હસતાં-હસતાં તેણે લગ્ન શું કામ નથી કર્યાં એ વાતનો ખુલાસો કર્યો હતો.
પ્રભાસ અને રિદ્ધિ કુમાર
૪૬ વર્ષનો સુપરસ્ટાર પ્રભાસ તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘ધ રાજાસાબ’ની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં ફિલ્મની હિરોઇન રિદ્ધિ કુમાર સાથેની કેમિસ્ટ્રીના કારણે ચર્ચામાં છે. આ ઇવેન્ટમાં રિદ્ધિ કુમારે પ્રભાસનાં ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે તેણે જે સાડી પહેરી છે એ પ્રભાસે તેને ૩ વર્ષ પહેલાં ગિફ્ટમાં આપી હતી. રિદ્ધિએ પોતાની સ્પીચમાં કહ્યું કે ‘થૅન્ક યુ પ્રભાસ, હું અહીં તારા કારણે છું. તેં મને ફિલ્મમાં લીધી. આ સાડી તેં આપી હતી અને મેં એને આજની રાતે પહેરવા માટે ત્રણ વર્ષ સુધી સાચવી રાખી હતી. તારા કારણે મારા જીવનમાં ખુશી છે.’
રિદ્ધિ કુમારની આ સ્પીચ પછી સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા ચાલી હતી કે પ્રભાસ અને રિદ્ધિ કુમાર
ડેટિંગ કરી રહ્યાં છે. જોકે પાછળથી રિદ્ધિએ સ્પષ્ટતા કરી કે આ સાડી દિવાળીની ગિફ્ટ હતી અને એનો કોઈ રોમૅન્ટિક અર્થ નથી. હજી સુધી પ્રભાસ કે રિદ્ધિ તરફથી રિલેશનશિપની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
શું કામ લગ્ન નથી કર્યાં એ વાતનો પ્રભાસે કર્યો ખુલાસો
ADVERTISEMENT
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજાસાબ’ની પ્રી-રિલીઝ ઇવેન્ટ વખતે હૈદરાબાદમાં તેને એક ફૅને સવાલ કર્યો કે લગ્ન ક્યારે કરશો? ત્યારે જવાબ આપતી વખતે પ્રભાસે હસતાં-હસતાં તેણે લગ્ન શું કામ નથી કર્યાં એ વાતનો ખુલાસો કર્યો હતો. આ સવાલના જવાબમાં પ્રભાસે કહ્યું કે ‘મને પોતાને એ વાતની ખબર નથી પડતી કે લગ્ન કેમ નથી કર્યાં. જે દિવસે ખબર પડશે એ જ દિવસે લગ્ન કરી લઈશ.’


