પ્રીતિ ઝિન્ટાએ બુધવારે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું, કારણ કે અમેરિકામાં આ તહેવાર ૨૮ ઑક્ટોબરે ઊજવવામાં આવ્યો હતો, જ્યારે ભારતમાં ગઈ કાલે કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રીતિ ઝિન્ટા
અમેરિકામાં રહેતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પોતાના પતિ જીન ગુડઇનફ માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું. જોકે તેને ચંદ્ર ન દેખાતાં તે સુપર કન્ફ્યુઝ થઈ ગઈ હતી અને તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ચાહકોને પૂછ્યું કે શું તેમને ચંદ્ર દેખાઈ રહ્યો છે? પ્રીતિએ પોતાની પોસ્ટમાં સવાલ કર્યો કે શું ચંદ્ર ગાયબ થઈ ગયો છે?
પ્રીતિએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘શું માત્ર મને જ આવું લાગે છે કે ચંદ્ર ગાયબ થઈ ગયો છે? અમેરિકાના ઈસ્ટ કોસ્ટ વિસ્તારમાં કોઈને ચંદ્ર દેખાયો છે? મારું કરવા ચૌથનું વ્રત ચાલી રહ્યું છે અને વાદળછાયા આકાશમાં ચંદ્ર સંતાકૂકડી રમી રહ્યો છે.’
પ્રીતિ ઝિન્ટાએ બુધવારે કરવા ચૌથનું વ્રત રાખ્યું હતું, કારણ કે અમેરિકામાં આ તહેવાર ૨૮ ઑક્ટોબરે ઊજવવામાં આવ્યો હતો, જ્યારે ભારતમાં ગઈ કાલે કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી હતી. આમ અલગ-અલગ દેશોમાં તારીખના તફાવતને કારણે પ્રીતિએ અમેરિકામાં બુધવારે આ વ્રત રાખ્યું હતું.
