Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજ કુન્દ્રાને પોર્ન બિઝનેસથી રોજની લાખો રૂપિયાની કમાણી, બેન્ક ડિટેલ્સ આવી સામે

રાજ કુન્દ્રાને પોર્ન બિઝનેસથી રોજની લાખો રૂપિયાની કમાણી, બેન્ક ડિટેલ્સ આવી સામે

21 July, 2021 05:28 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોર્નના બિઝનેસથી રાજ કુન્દ્રા રોજના લાખો રૂપિયાની કમાતો હતો. રોજની આવક 1 થી 10 લાખ રૂપિયા જેટલી હતી.

રાજ કુન્દ્રા

રાજ કુન્દ્રા


અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રા 23 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોર્ન ફિલ્મ બનાવવા અને ઓનલાઈન એપ પર અપલોડ કરવાના આક્ષેપ સાથે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ થઈ રહીછે. તેવામાં રાજ કુન્દ્રાની બેન્ક ડિટેલ્સ સામે આવી છે. 

ન્યૂઝ 18 ડોટ કોમના અહેવાલ મુજબ  રાજ કુન્દ્રાને આ કંપનીથી કેટલી કમાણી થતી હતી તેની માહિતી સામે આવી છે.  જે મુજબ તેની કંપનીને રોજ 1થી 10 લાખ રૂપિયા સુધીની આવક થતી હતી અને આ રૂપિયાને બેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. 




બેંક ડિટેલ્સ પ્રમાણે 22 ડિસેમ્બર 2020 થી લઈ 3 જાન્યુઆરી 2021ના સુધી રોજ લાખો રૂપિયાની રકન બેન્કમાં જમા કરવામાં આવતી હતી. Hothitના ખાતામાંથી રાજ કુન્દ્રાના ખાતામાં રકમ જમા થતી હતી. ક્યારે 2 લાખ, તો ક્યારેક 3 લાખે રૂપિયા એક દિવસમાં તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર થતાં હતા.  10 જાન્યુઆરી 2021ના રોજ 3 લાખ રૂપિયા HotHitના એકાઉન્ટથી આવ્યા હતા. જ્યારે20 જાન્યુઆરી 2021ના રોજ 1 લાખ રૂપિયા કુન્દ્રાના ખાતામાં જમા થયા હતા. 


તાજેતરના રિપોર્ટ મુજબ રાજ કુન્દ્રાએ યૂકે સ્થિત એક કંપની કેનરિન પ્રાઇવેટ લિમિટેડને એપ વેચી દીધી હતી. જેનું સંચાલન તેના બનેવી પ્રદીપ બખ્શીને આપ્યું હતું. જોકે રાજે મુંબઈથી તમામ કામગીરી પર ધ્યાન રાખતો હતો. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ રાજ કુન્દ્રાએ આ ધંધામાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 

અધિકારીઓએ જણાવ્યું કે,  ફેબ્રુઆરીમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કુન્દ્રાની કંપનીના તાર આ મામલા સાથે જોડાયેલા હતા, પરંતુ કોઈ સીધી લિંક કે સટીક પુરાવા ન હોવાના કારણે ક્રાઇમ બ્રાન્ચે કોઈ પગલું લીધુ નહોતુ. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં લાગી ગઈ હતી અને પુરાવા મળતા જ તેમની ધરપકડ કરી લીધી હતી.

આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે કેટલાક નાના કલાકારોને વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મમાં કામ કરવાની લાલચ આપતો હતો. તેમજ તેમની પાસે ઓડિશનના નામે કેટલાક ન્યૂડ ફોટો અને વીડિયો મંગાવતો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2021 05:28 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK