જુડી જોડી’ ગીત હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા એમ પાંચ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે. હિન્દી વર્ઝનને શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ આપ્યો છે. કુમાર વિશ્વાસે પાંચેય ભાષાનાં ગીતોના શબ્દો લખ્યા છે.
રણબીર કપૂર અને યશની ફિલ્મ ‘રામાયણ’ના નિર્માતાઓએ કરવા ચૌથના અવસરે ફિલ્મનું ‘જુડી જોડી’ ગીત રિલીઝ કરીને ચાહકોને મોટી ભેટ આપી છે.
રણબીર કપૂર અને યશની ફિલ્મ ‘રામાયણ’ના નિર્માતાઓએ કરવા ચૌથના અવસરે ફિલ્મનું ‘જુડી જોડી’ ગીત રિલીઝ કરીને ચાહકોને મોટી ભેટ આપી છે. આ ગીત ભગવાન રામ અને માતા સીતા વચ્ચેના પવિત્ર સંબંધને સમર્પિત છે. ગીતને ‘વર્લ્ડ ઑફ રામાયણ’ અને ટી-સિરીઝની સત્તાવાર યુટ્યુબ ચૅનલ ઉપરાંત મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ પર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
ભગવાન રામ અને માતા સીતાના વિવાહની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ગીતમાં બન્નેના સંબંધને પ્રેમ, વિશ્વાસ અને જીવનભર સાથ નિભાવવાની ભાવના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ગીતનું સંગીત એ. આર. રહમાને તૈયાર કર્યું છે, જ્યારે એના શબ્દો ડૉ. કુમાર વિશ્વાસે લખ્યા છે. નિર્માતાઓએ સોશ્યલ મીડિયા પર ગીતની રિલીઝની જાહેરાત કરતાં લખ્યું હતું કે ‘આ કરવા ચૌથ પર એવા પ્રેમની ઉજવણી કરો જે હંમેશાં ટકી રહે છે અને એવા સંબંધની જે દિવ્ય છે. ‘જુડી જોડી’ ગીત હવે રિલીઝ થઈ ગયું છે.’
ADVERTISEMENT
‘જુડી જોડી’ ગીત હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા એમ પાંચ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે. હિન્દી વર્ઝનને શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ આપ્યો છે. કુમાર વિશ્વાસે પાંચેય ભાષાનાં ગીતોના શબ્દો લખ્યા છે. જોકે પ્રાદેશિક ભાષાઓમાં ગીતના શબ્દોને અનુરૂપ બનાવવામાં સંબંધિત ભાષાના ગીતકારોએ પણ યોગદાન આપ્યું છે.
