Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તું માત્ર મને પ્રેમ કરે છે, એ માટે તારે આ બધું સહન કરવું પડ્યું

તું માત્ર મને પ્રેમ કરે છે, એ માટે તારે આ બધું સહન કરવું પડ્યું

Published : 15 February, 2026 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેલમાંથી ઠગ સુકેશે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ જૅકલિનને પ્રેમપત્ર લખ્યો છે

સુકેશ ચંદ્રશેખર અને જૅકલિન ફર્નાન્ડિસ

સુકેશ ચંદ્રશેખર અને જૅકલિન ફર્નાન્ડિસ


દિલ્હીની જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડેના અવસરે જૅકલિન ફર્નાન્ડિસને પ્રેમપત્ર લખ્યો છે. ૨૦૦ કરોડ રૂપિયાના ખંડણી-કેસમાં જેલમાં બંધ સુકેશે પત્રમાં લખ્યું છે કે આ ઠંડી દીવાલો અને લોખંડના સળિયા આપણને અલગ કરે છે.  સુકેશ ચંદ્રશેખરે આ પત્રમાં જૅકલિનને લખ્યું છે કે હું રણમાં ખોવાયેલા માણસ જેવી તરસ સાથે તને યાદ કરું છું.
પત્રમાં સુકેશે લખ્યું, ‘બેબી, મારી બોમ્મા, તારા કાન પાસે મીઠી વાતો કહેવા માટે તને નજીકથી ભેટી લેવાની તલપ છે. ભલે હાલમાં અંતર હોય, પણ મારો પ્રેમ દરેક અંતરને દૂર કરી આપણને જોડે છે.’
સુકેશે પત્રમાં જૅકલિનને તેના કારણે થયેલી કાનૂની મુશ્કેલીઓ, શરમ અને તનાવ માટે માફી પણ માગી. તેણે લખ્યું કે ‘જે મુશ્કેલીઓ તારે સહન કરવી પડી એ માટે હું હૃદયથી માફી માગું છું. તું માત્ર મને પ્રેમ કરે છે, એ માટે તારે આ બધું સહન કરવું પડ્યું. તું હંમેશા મારી આત્મામાં અંકિત છે અને કોઈ પણ અન્ય પુરુષ તારા હૃદયનો અંશ પણ મેળવી શકશે નહીં.’

સુકેશ ચંદ્રશેખરે ગિફ્ટમાં લક્ઝરી હેલિકૉપ્ટર આપ્યું હોવાનો દાવો કર્યો



સુકેશ ચંદ્રશેખર અગાઉ પણ જૅકલિન ફર્નાન્ડિસને મોંઘી ભેટો આપી ચૂક્યો છે. તાજેતરના દાવા મુજબ તેણે જૅકલિનને ‘જેએફ’ લખેલું કાળું લક્ઝરી હેલિકૉપ્ટર ભેટ આપ્યું છે. આ ગિફ્ટ આપીને સુકેશે દાવો કર્યો કે આ હેલિકૉપ્ટર તેની મહેનતની કમાણીથી ખરીદવામાં આવ્યું છે, કોઈ કહેવાતા ગુનાની રકમથી નહીં. ઉલ્લેખનીય છે કે સુકેશ ચંદ્રશેખરની ૨૦૧૫માં કરોડોના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી કાનૂની-પ્રક્રિયા ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK