આ વિડિયોમાં વીર દાસ પ્રોડ્યુસર આમિર ખાનને મળવા આવે છે, પરંતુ ત્યાં તેમની જગ્યાએ નકલી આમિર એટલે કે સુનીલ ગ્રોવર હાજર હોય છે. સુનીલ ગ્રોવર પછી વીર દાસને પૂરેપૂરો વિશ્વાસ અપાવી દે છે કે તે જ સાચો આમિર ખાન છે. ત્યાર બાદ સાચા આમિર ખાનની એન્ટ્રી થાય છે.
અસલી અને નકલી આમિર એકસાથે
આમિર ખાન અને વીર દાસની ફિલ્મ ‘હૅપી પટેલ’ ૧૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં આમિર ખાનના લુકમાં સુનીલ ગ્રોવર અને રિયલ આમિર ખાન બન્ને જોવા મળે છે. આ વિડિયોમાં સુનીલે આમિરની એવી પર્ફેક્ટ નકલ કરી છે કે વિડિયોમાં અસલી આમિર ખાન અને નકલી આમિર ખાનને ઓળખવું મુશ્કેલ થઈ જાય છે.
આ વિડિયોમાં વીર દાસ પ્રોડ્યુસર આમિર ખાનને મળવા આવે છે, પરંતુ ત્યાં તેમની જગ્યાએ નકલી આમિર એટલે કે સુનીલ ગ્રોવર હાજર હોય છે. સુનીલ ગ્રોવર પછી વીર દાસને પૂરેપૂરો વિશ્વાસ અપાવી દે છે કે તે જ સાચો આમિર ખાન છે. ત્યાર બાદ સાચા આમિર ખાનની એન્ટ્રી થાય છે, પરંતુ સુરક્ષાકર્મીઓ સાચા આમિરને જ બહાર કાઢી દે છે. આ વિડિયોમાં સુનીલ ગ્રોવરની મિમિક્રી જોઈને ફૅન્સ ચકિત થઈ ગયા છે.


