રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને મેકર્સ એને ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ કરવા માગે છે. જો ‘ધ કેરલા સ્ટોરી 2’ એ દિવસે રિલીઝ થશે તો એની ટક્કર રાની મુખરજીને લીડ રોલમાં ચમકાવતી યશરાજ ફિલ્મ્સની ‘મર્દાની 3’ સાથે થશે.
અદા શર્મા અને રાની મુખરજી
૨૦૨૬માં અનેક ફિલ્મોની સીક્વલ રિલીઝ થવાની છે જેમાં ‘બૉર્ડર 2’ અને ‘દૃશ્યમ 3’ જેવી મોટી ફિલ્મો સામેલ છે. હવે આ લિસ્ટમાં ‘ધ કેરલા સ્ટોરી 2’નો પણ સમાવેશ થયો છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને મેકર્સ એને ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ કરવા માગે છે. જો ‘ધ કેરલા સ્ટોરી 2’ એ દિવસે રિલીઝ થશે તો એની ટક્કર રાની મુખરજીને લીડ રોલમાં ચમકાવતી યશરાજ ફિલ્મ્સની ‘મર્દાની 3’ સાથે થશે.
મળતી માહિતી પ્રમાણે ‘ધ કેરલા સ્ટોરી 2’ની સીક્વલ કેરલામાં શૂટ થઈ છે અને એમાં વધુ ગંભીર અને ડાર્ક સ્ટોરી રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે ‘અત્યારે ‘ધ કેરલા સ્ટોરી 2’ની કાસ્ટ અને ડિરેક્ટર વિશેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ ખૂબ નિયંત્રિત અને સુરક્ષિત રીતે કરવામાં આવ્યું છે. પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહે શૂટિંગ દરમ્યાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય એ માટે વિશેષ સાવચેતી રાખી છે. ફિલ્મના સેટ પર કડક સુરક્ષા-વ્યવસ્થા રાખવામાં આવી હતી અને ફિલ્મના કન્ટેન્ટને સુરક્ષિત રાખવા માટે નો ફોન પૉલિસી અમલમાં મૂકવામાં આવી હતી. શૂટિંગ દરમ્યાન કાસ્ટ અને ક્રૂના સભ્યોને ફોન વાપરવાની મંજૂરી આપવામાં આવી નહોતી જેથી સેટ પરથી કાંઈ પણ લીક ન થઈ શકે.’


