એક મહિલા વ્હીલચૅર પર બેસીને વોટિંગ માટે પહોંચી હતી. તેને જોઈને વિજયે તેની સાથે સેલ્ફી લીધી હતી
વિજય સેતુપતિ
તામિલ સિનેમાના વિજય સેતુપતિની સોશ્યલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. ગઈ કાલે લોકસભાના ઇલેક્શનના પહેલા ચરણના મતદાન માટે તે પણ વોટ આપવા પહોંચ્યો હતો. એ દરમ્યાન એક મહિલા વ્હીલચૅર પર બેસીને વોટિંગ માટે પહોંચી હતી. તેને જોઈને વિજયે તેની સાથે સેલ્ફી લીધી હતી. તદુપરાંત વિજય તે મહિલાના પગે પણ લાગ્યો હતો. તે મહિલા પણ વિજયના આવા વર્તનથી ખુશ થઈ હતી. એને કારણે સોશ્યલ મીડિયામાં લોકો વિજયની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ લાઇનમાં ઊભા રહીને તેણે હાજર અન્ય લોકો સાથે પણ વાતચીત કરી હતી. વિજયની ફિલ્મની વાત કરીએ તો ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘જવાન’માં અને કૅટરિના કૈફ સાથે ‘મેરી ક્રિસમસ’માં તે જોવા મળ્યો હતો.