4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં `પુષ્પા 2: ધ રૂલ` ફિલ્મના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેલંગાણા હાઈકોર્ટે ગઈકાલે તેને રૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા બાદ તેને આજે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પછી અલ્લુ અર્જુન હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ ખાતેના તેના નિવાસસ્થાને પહોંચ્યો