અભિનેત્રી ધ્વની ભાનુશાલી ફિલ્મ કહાં શુરુ કહાં ખતમમાં આશિમ ગુલાટી સાથે અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ જોડીએ ફિલ્મના ટ્રેલરથી જ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એક લડકી ભીગી ભાગી સી અને સેહરાના ગીતોએ ચાહકોમાં વધુ ઉત્તેજના ફેલાવી હતી. પ્રેક્ષકોને આ સંગીતનો ટેસડો પડી જાય એટલે મેકર્સે મજાની મ્યુઝિકલ આફ્ટરનૂન ગોઠવી હતી.
યુટ્યુબ રિલિઝ સાથે, આઇકોનિક બોલીવુડ ગીતની બીજું મોડર્ન વર્ઝન લોકો સુધી પહોંચી રહ્યું છે. `કહાં શુરુ કહાં ખતમ`, ફિલ્મના મંત્રમુગ્ધ કરી દે તેવા ટાઇટલ ટ્રેકને સરસ મજાની પુનઃકલ્પના કરવામાં આવી છે અને લિજેન્ડરી લતા મંગેશકર દ્વારા ગાયેલા પ્રિય મૂળ ગીતમાં નવો પ્રાણ ફૂંકતાં તેની બધી ખાસ બાબતોને સાચવી લેવાઇ છે.
આ ફિલ્મ સુપ્રિયા પિલગાંવકર, રાકેશ બેદી, સોનાલી સચદેવ, રાજેશ શર્મા, અખિલેન્દ્ર મિશ્રા, ચિત્તરંજન ત્રિપાઠી, વિક્રમ કોચર, હિમાંશુ કોહલી અને વિકાસ વર્મા જેવા ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સથી ભરપૂર છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની છે
17 September, 2024 04:01 IST | Mumbai