Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Jill Sobule Death: જાણીતાં સિંગરના ઘરમાં આગ લાગવાથી થયું મોત- ૬૬ વર્ષની વયે નિધન

Jill Sobule Death: જાણીતાં સિંગરના ઘરમાં આગ લાગવાથી થયું મોત- ૬૬ વર્ષની વયે નિધન

Published : 02 May, 2025 12:53 PM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Jill Sobule Death: શુક્રવારે તે પોતાના હોમટાઉનમાં જ પરફોર્મન્સ આપવાની હતી, ત્યાં જ અચાનક તેની આ દુનિયામાંથી એક્ઝિટ થઈ ગઈ છે.

સિંગર તેમ જ સોંગ રાઇટર જિલ સોબુલે

સિંગર તેમ જ સોંગ રાઇટર જિલ સોબુલે


Jill Sobule Death: હોલીવુડ જગતમાંથી એક ભયાવહ કહી શકાય એવા સમાચાર સામે આવ્યા છે. જાણીતાં અમેરિકન સિંગર તેમ જ સોંગ રાઇટર જિલ સોબુલેની અણધારી વિદાય થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિંગરના ઘરમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં જ તેનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. શુક્રવારે તે પોતાના હોમટાઉનમાં જ પરફોર્મન્સ આપવાની હતી, ત્યાં જ અચાનક તેની આ દુનિયામાંથી એક્ઝિટ થઈ ગઈ છે. 


66 વર્ષની વયે અવસાન જિલ સોબુલેનું અવસાન થયું છે. તે 90ના દાયકાની લોકપ્રિય ગાયિકા હતી. ખાસ કરીને આ સિંગર તેના સોંગ `આઈ કિસ્ડ અ ગર્લ`ને કારણે વિશ્વવિખ્યાત બની હતી. અહેવાલો અનુસાર ગુરુવારે મિનેસોટાના ઘરમાં આગ લગવાને કારણે આ સિંગરે જીવ ગુમાવ્યો છે. 



1959માં જન્મેલાં સોબુલેની કારકિર્દી ત્રણ દાયકા સુધીની રહી. સોબુલેએ (Jill Sobule Death) પાછળથી આલ્બમ્સ રજૂ કરવા માટે ક્રાઉડફંડિંગનો ઉપયોગ કરવાના પ્રણેતા બન્યાં. અને નિકલોડિયન શો અનફેબ્યુલસ માટેની થીમ સહિત થિયેટર અને ટેલિવિઝન શો માટે સંગીત લખ્યું.


તમને જણાવી દઈએ કે જિલ સોબુલેના મેનેજર જોન પોર્ટરે મિનેસોટા સ્ટાર ટ્રિબ્યુનને આપેલા નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. સિંગરની વેબસાઇટ અનુસાર જોવામાં આવે તો જિલ શુક્રવારે, 2 મેના રોજ તેના હોમટાઉન ડેનવરમાં ઓટોબાયોગ્રાફીકલ સ્ટેજ મ્યુઝિકલ 7મા ગ્રેડનું પ્રદર્શનમાં પ્રફર્મન્સ આપવાની હતી, પણ તે પહેલાં જ તેના ઘરમાં આગ ભભૂકી ઊઠવાથી તેનું મોત થઈ ગયું છે.

તેના ફેમસ સોંગ્સ વિષે જો વાત કરવામાં આવે તો `આઈ કિસ્ડ અ ગર્લ`, `ક્લુલેસ` અને `સુપરમોડેલ` વગેરેથી તેને એક આગવી જ ઓળખ મળી હતી. વર્ષ ૧૯૯૦માં તેનું પહેલું આલ્બમ `થિંગ્સ હિયર આર ડિફરન્ટ` બહાર પડ્યું હતું. ત્યારબાદ તો તેની જર્ની જબરદસ્ત રીતે ચાલતી જ રહી. જિલ સોબુલે (Jill Sobule Death) તેના આગવા કંઠને કારણે પ્રખ્યાત હતી.


જિલ સોબુલે (Jill Sobule Death)ના 1995ના રીલીઝ થયેલા આલ્બમમાં `સુપરમોડેલ` સોંગ પણ સામેલ હતું. `ક્લ્યુલેસ` ફિલ્મના સાઉન્ડટ્રેક પર દર્શાવવામાં આવ્યા બાદ લોકપ્રિય બન્યું હતું. આ સોંગ સૌંદર્ય અને કિશોરવયની ફિલસૂફી પર પ્રકાશ પડનારું હતું. ખાસ કરીને તે હંમેશા પોતાના સોંગ્સ દ્વારા મહિલાઓને સશક્ત બતાવતી હતી. તેણે 90ના દાયકામાં `આઈ કિસ્ડ અ ગર્લ` રજૂ કર્યું હતું, જે તે સમયે બનતાં ગીતો પૈકી સાવ નવી જ ભાતનું હતું.

વર્ષ ૧૯૯૦ના દાયકા બાદ આ સિંગરે (Jill Sobule Death) ઘણા બધા ઉત્તમ આલ્બમ તો બહાર પાડ્યા જ પણ સાથોસાથ અનેક નવા પ્રકારની ફિલ્મો અને ટીવી શો માટે પણ સોંગ બનાવ્યાં. વર્ષ ૨૦૨૩માં જ તેણે એક નાટક લખ્યું હતું. જેમાં તેણે પોતાના બાળપણની ઝાંકી કરાવી હતી, આ નાટક પણ અતિલોકપ્રિય બન્યું હતું.

 

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2025 12:53 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK