મેટ્રિક્સ 4 માટે ચર્ચા કરી રહી છે પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ ‘મેટ્રિક્સ 4’માં હૉલીવુડ ઍક્ટર કિઆનુ રીવ્ઝ સાથે જોવા મળશે એવું લાગી રહ્યું છે. આ ફિલ્મને લઈને તેઓ અંતિમ તબક્કામાં છે. સાન્યસ ફિક્શન-ઍક્શન ફિલ્મની અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો આવી ગઈ છે અને ચોથી ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. વૉર્નર બ્રધર્સની આ ફિલ્મમાં કિઆનુ સાથે જ અન્ય કલાકારો પણ જોવા મળશે. ઍક્શન-ફિલ્મ માટે ઍક્ટર્સને નોર્થન કેલિફોર્નિયામાં થોડા અઠવાડિયા માટે ટ્રેઇનિંગ પણ આપવામાં આવશે.
આ પણ વાંચો : જયેશભાઈને જોરદાર બનાવવા રત્ના પાઠકની એન્ટ્રી
ADVERTISEMENT
પ્રિયંકાનાં પાત્રને લઈને હજી સુધી કોઈ નક્કર માહિતી જાહેર કરવામાં નથી આવી. તેણે અમેરિકાનાં ટેલિવિઝન પર ‘ક્વૉન્ટિકો’ દ્વારા એન્ટ્રી કરી હતી. શોમાં તેની ઍક્ટિંગને લોકોએ ખૂબ વખાણી હતી અને તેને ૨૦૧૬માં ‘પીપલ્સ ચૉઇસ અવૉર્ડ’ મળ્યો હતો. ત્યાર બાદ તેણે હૉલીવુડની ફિલ્મો પણ કરી છે.