હૉલીવુડ-સ્ટાર તેની ગર્લફ્રેન્ડ આના દે અરમાસ સાથે મૅરેજ કરવાના પ્લાનિંગમાં છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હૉલીવુડ-સ્ટાર ટૉમ ક્રૂઝ તેની ગર્લફ્રેન્ડ આના દે અરમાસ સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. ટૉમનાં આ ચોથાં લગ્ન છે. ટૉમ એને ખાસ બનાવવા ઇચ્છે છે અને એટલે જ તે સ્પેસમાં જઈને લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. જો આવું થશે તો સ્પેસમાં જઈને લગ્ન કરનાર તેઓ પ્રથમ કપલ હશે. જોકે ટૉમ આ સાથે અન્ડરવૉટર અથવા સ્કાય-ડાઇવિંગ વેડિંગ પણ કરવા ઇચ્છે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટૉમ સ્પેસ-ટ્રાવેલને લઈને ખૂબ ઉત્સાહિત રહે છે.
ADVERTISEMENT
આના દે અરમાસ અમેરિકન સ્પૅનિશ ઍક્ટ્રેસ છે અને તેણે ૨૦૦૬માં ‘વર્જિન રોઝ’થી હૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
ટૉમ ક્રૂઝના ત્રણ વખત થયા છે ડિવૉર્સ
૧. ટૉમ ક્રુઝે પહેલાં લગ્ન મિમી રૉજર્સ સાથે કર્યાં હતાં. તેમણે ૧૯૮૭માં ૯ મેએ લગ્ન કર્યાં હતાં અને ૧૯૯૦માં ૪ ફેબ્રુઆરીએ છૂટાછેડા થયા. આ લગ્નથી તેમને કોઈ બાળકો નહોતાં.
૨. ટૉમ ક્રૂઝે બીજાં લગ્ન નિકોલ કિડમૅન સાથે કર્યાં હતાં. તેમણે ૧૯૯૦માં ૨૪ ડિસેમ્બરે લગ્ન કર્યાં અને ૨૦૦૧માં છૂટાછેડા થયા. તેમને બે દત્તક બાળકો દીકરી ઇસાબેલા જેન અને દીકરો કોનર ઍન્ટની છે.
૩. ટૉમ ક્રૂઝે ૨૦૦૬માં ૧૮ નવેમ્બરે કેટી હોમ્સ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમણે ૨૦૧૨માં ૯ જુલાઈએ ડિવૉર્સ લીધા હતાં. તેમને એક દીકરી સુરી છે.

