Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દિવ્યાંકાના બન્ને હાથનાં હાડકાં ભાંગ્યાં, ઇમર્જન્સી સર્જરી કરવી પડી

દિવ્યાંકાના બન્ને હાથનાં હાડકાં ભાંગ્યાં, ઇમર્જન્સી સર્જરી કરવી પડી

20 April, 2024 07:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાતની માહિતી તેના હસબન્ડ વિવેક દહિયાએ આપી છે. દિવ્યાંકા ઊંચાઈ પરથી નીચે પટકાઈ છે.

દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

દિવ્યાંકા ત્રિપાઠી દહિયા


દિવ્યાંકા ત્રિપાઠી દહિયાને ગુરુવારે ભારે ઍક્સિડન્ટ નડ્યો છે. એમાં તેના બે હાથનાં હાડકાં તૂટી જતાં એની ઇમર્જન્સી સર્જરી કરવામાં આવી છે. આ વાતની માહિતી તેના હસબન્ડ વિવેક દહિયાએ આપી છે. દિવ્યાંકા ઊંચાઈ પરથી નીચે પટકાઈ છે. દિવ્યાંકાએ ‘યે હૈ મોહબ્બતેં’, ‘બનૂં મૈં તેરી દુલ્હન’, ‘તેરી મેરી લવ સ્ટોરીઝ’ અને ‘અદાલત’ જેવી અનેક ટીવી-સિરિયલમાં કામ કર્યું છે. તેની સાથે થયેલા અકસ્માત વિશે ઇન્સ્ટાસ્ટોરી પર વિવેક દહિયાએ લખ્યું કે ‘દિવ્યાંકા રિકવરી કરી રહી છે. ગુરુવારે સાંજે તેની સાથે મોટી દુર્ઘટના સર્જાતાં તે ઊંચાઈ પરથી નીચે પટકાઈ હતી એને કારણે તેના બન્ને હાથનાં હાડકાં ભાંગી ગયાં અને તેને તરત સર્જરી કરાવવી પડી હતી. અમારા પર લોકોએ જે પ્રેમ વરસાવ્યો અને પ્રાર્થના કરી એ અમારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. અમારા માટે તમામ ફૅન્સ અને મીડિયાના અમારા ફ્રેન્ડ્સે દેખાડેલો પ્રેમ અને ચિંતા પ્રશંસનીય છે. દિવ્યાંકાને અતિશય પીડા થતી હોવાથી તે હાલમાં આરામ કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK