Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મારા નવા ઘરને રીમૉડલ કરવા માટે મેં ઘણાં આર્કિટેક્ચરલ મૅગેઝિનનો સહારો લીધો છે : શ્રદ્ધા આર્ય

મારા નવા ઘરને રીમૉડલ કરવા માટે મેં ઘણાં આર્કિટેક્ચરલ મૅગેઝિનનો સહારો લીધો છે : શ્રદ્ધા આર્ય

18 May, 2022 01:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધા આર્યએ હાલમાં જ નવું ઘર લીધું છે અને એને રીમૉડલ કરવા માટે તેણે ઘણાં આર્કિટેક્ચરલ મૅગેઝિનનો સહારો લીધો છે.

શ્રદ્ધા આર્ય તેની પતિ સાથે

શ્રદ્ધા આર્ય તેની પતિ સાથે


શ્રદ્ધા આર્યએ હાલમાં જ નવું ઘર લીધું છે અને એને રીમૉડલ કરવા માટે તેણે ઘણાં આર્કિટેક્ચરલ મૅગેઝિનનો સહારો લીધો છે. શ્રદ્ધા હાલમાં ‘કુંડલી ભાગ્ય’માં પ્રીતાનું પાત્ર ભજવી રહી છે. શ્રદ્ધાએ ગયા વર્ષે નવેમ્બરમાં નેવી ઑફિસર સાથે લગ્ન કર્યાં હતાં અને તેણે નવું ઘર પણ ખરીદ્યું છે. તેનો પતિ હાલમાં વિશાખાપટ્ટનમમાં છે. આ વિશે શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘મેં મુંબઈમાં મારા પેરન્ટ્સના ઘરની સામે જ નવો અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. હું આ ઘરને સંપૂર્ણ રીતે રીમૉડલ કરવાની છું. આ માટે રિનોવેશન ચાલી રહ્યું છે અને અમે લેઆઉટ બદલવા જઈ રહ્યાં છીએ. હું મારાં કપડાં અને ઍક્સેસરીઝ માટે એક મોટો વૉર્ડરોબ બનાવવા માગું છું. મારા નવા અપાર્ટમેન્ટ માટે મેં ઘણાં આર્કિટેક્ચરલ મૅગેઝિનની મદદ લીધી છે. મને લાગે છે કે આગામી થોડા મહિનાઓમાં એ તૈયાર થઈ જશે.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2022 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK