કે.કે. મેનન અને અર્ચના પૂરન સિંહ અભિનીત ‘આદર્શ બાલ વિદ્યાલય’એ પ્રાઇમ વિડિયો પર પહેલા જ અઠવાડિયામાં 45 લાખ વ્યૂઝ મેળવી 2026ની સૌથી મોટી નોન-નેટફ્લિક્સ OTT ડેબ્યુ સિરીઝનો રેકોર્ડ નોંધાવ્યો.
વેબ-સિરીઝ આદર્શ બાલ વિદ્યાલયએ પ્રથમ અઠવાડિયામાં જમાવટ કરી
OTT પ્લૅટફૉર્મ્સ વચ્ચેની સ્પર્ધા હવે વધુ રસપ્રદ બની રહી છે. માત્ર નેટફ્લિક્સ જ નહીં, અન્ય સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ પણ સતત મજબૂત કન્ટેન્ટ રજૂ કરી રહ્યાં છે. તાજેતરમાં રિલીઝ થયેલી
વેબ-સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’એ આવતાંની સાથે જ OTT પર ધૂમ મચાવી છે. કે.કે મેનન અને અર્ચના પૂરન સિંહ અભિનીત આ સોશ્યલ સટાયર સિરીઝને પ્રાઇમ વિડિયો પર દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
એક રિપોર્ટ મુજબ ‘આદર્શ બાલ વિદ્યાલય’એ પોતાના ડેબ્યુ અઠવાડિયામાં ૪.૫ મિલ્યન એટલે કે ૪૫ લાખ વ્યુઝ મેળવ્યા છે. આ સિદ્ધિ સાથે જ એ ૨૦૨૬માં નેટફ્લિક્સ સિવાયના કોઈપણ OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી સૌથી વધુ ડેબ્યુ વ્યુઅરશિપ મેળવનારી વેબ-સિરીઝ બની છે. જ્યારે કુલ OTT ડેબ્યુની વાત કરીએ તો એ ‘તસ્કરી’ પછી બીજા ક્રમે રહી છે.
૨૦થી ૨૬ જુલાઈ દરમ્યાન ‘આદર્શ બાલ વિદ્યાલય’ ભારતમાં સૌથી વધુ જોવાયેલી
વેબ-સિરીઝ રહી હતી. એણે ‘મેડ ઇન ઇન્ડિયા : અ ટાઇટન સ્ટોરી’ અને ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ના ૪.૫ મિલ્યન વ્યુઝની બરાબરી કરી હતી. સાથે જ એણે લોકપ્રિય ફ્રૅન્ચાઇઝી ‘ઍસ્પિરન્ટ્સ સીઝન 3’ને પણ પાછળ છોડી દીધી હતી.
શું છે આદર્શ બાલ વિદ્યાલયની વાર્તા?
ADVERTISEMENT
‘આદર્શ બાલ વિદ્યાલય’ની વાર્તા એક ગામની સરકારી શાળાની આસપાસ ફરે છે, જ્યાં બાળકોનું મન ભણવા કરતાં રમતમાં અને તોફાનમાં વધુ લાગે છે. શાળાના હેડમાસ્ટર જ્ઞાનેશ્વર ત્રિપાઠી પણ બાળકો સાથે ક્રિકેટ રમવામાં વધારે રસ ધરાવે છે, પણ જ્યારે તેમને ખબર પડે છે કે જો આ વખતે દસમા ધોરણનું પરિણામ સારું આવશે તો તેમને પત્ની સાથે વિદેશપ્રવાસ કરવાની તક મળશે ત્યારે તે બાળકોને ભણાવવામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે શાળામાં સંસાધનોની અછત અને અનેક પડકારો તેમના માર્ગમાં અવરોધ બનીને ઊભાં રહે છે.
રોઝા ગર્લ મધુ ટૂંક સમયમાં બની જશે સાસુ
‘રોઝા’થી ‘રોઝા ગર્લ’ તરીકે જાણીતી થયેલી ઍક્ટ્રેસ મધુએ ખુલાસો કર્યો છે કે તેની મોટી દીકરી અમાયાનાં લગ્ન નક્કી થઈ ગયાં છે અને તે ટૂંક સમયમાં સાસુ બનવાની છે. આ ખુશખબર શૅર કરતાં મધુએ જણાવ્યું કે હાલમાં તે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે અને ખૂબ જ ઉત્સાહિત છે. મધુએ ૧૯૯૯માં બિઝનેસમૅન આનંદ શાહ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને બે દીકરીઓ અમાયા અને કેઆ છે.
દીકરીનાં લગ્ન વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં મધુએ કહ્યું હતું કે ‘હું ટૂંક સમયમાં સાસુ બનવાની છું. મારી મોટી દીકરીનાં લગ્ન થવાનાં છે. અત્યારે હું જાણે કોઈ અલગ જ દુનિયામાં જીવી રહી છું. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને ખૂબ આનંદનો માહોલ છે. મારી નાની દીકરીએ અભિનયને બદલે બિઝનેસમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો છે અને મને મારી બન્ને પુત્રીઓના નિર્ણય પર ગર્વ છે અને હું તેમને પોતાની પસંદગી મુજબ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરું છું.’
