Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > બૉબી દેઓલની આશ્રમની ચોથી સીઝનનું જયપુરમાં શૂટિંગ શરૂ

બૉબી દેઓલની આશ્રમની ચોથી સીઝનનું જયપુરમાં શૂટિંગ શરૂ

Published : 11 September, 2026 10:42 AM | Modified : 11 September, 2026 10:43 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રકાશ ઝાના ડિરેક્શનમાં બની રહેલી આ સિરીઝનો સેટ જયપુરની હોટેલ શિવ વિલાસમાં તૈયાર કરવામાં આવ્યો છે

શૂટિંગ માટે હોટેલ પરિસરને ‘આશ્રમ’નું રૂપ આપવામાં આવ્યું છે

શૂટિંગ માટે હોટેલ પરિસરને ‘આશ્રમ’નું રૂપ આપવામાં આવ્યું છે


બૉબી દેઓલને લીડ રોલમાં ચમકાવતી વેબ-સિરીઝ ‘આશ્રમ’ની ચોથી સીઝનનું શૂટિંગ જયપુરમાં શરૂ કરી દેવાયું છે. પ્રકાશ ઝાના ડિરેક્શનમાં બની રહેલી આ સિરીઝનો સેટ જયપુરની હોટેલ શિવ વિલાસમાં તૈયાર કરવામાં આવ્યો છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી સિરીઝનાં અલગ-અલગ દૃશ્યોનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. શૂટિંગ માટે હોટેલ પરિસરને ‘આશ્રમ’નું રૂપ આપવામાં આવ્યું છે અને સેટ પર બાબા નિરાલાના પાત્ર સાથે જોડાયેલી મોટી-મોટી તસવીરો પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત સિરીઝના રોલ માટે જયપુરના કલાકારોનાં ઑડિશન પણ લેવામાં આવી રહ્યાં છે.

હાલમાં ત્રિધા ચૌધરી અને ચંદન રૉય સાન્યાલ સહિત અન્ય કલાકારો શૂટિંગમાં ભાગ લઈ રહ્યાં છે અને ટૂંક સમયમાં બૉબી દેઓલ પણ શૂટિંગ યુનિટ સાથે જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 10:43 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK