Chhal Kapat set to release on Zee5: ZEE5 એ તેની આગામી ઓરિજિનલ વેબ સીરિઝ `છલ કપાટ ધ ડિસેપ્શન`નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. બુરહાનપુરમાં થયેલા ડેસ્ટિનેશન વેડિંગની વાર્તામાં એક રોમાંચક ટ્વિસ્ટ આવે છે જ્યારે દુલ્હનના એક ખાસ મિત્રનું મૃત્યુ થાય છે.
છલ કપાટ ટીઝરનો સ્ક્રીન શૉટ
Chhal Kapat set to release on Zee5: ZEE5 એ તેની આગામી ઓરિજિનલ વેબ સીરિઝ (Web Series), `છલ કપાટ ધ ડિસેપ્શન`નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. બુરહાનપુરમાં થયેલા ડેસ્ટિનેશન વેડિંગની વાર્તામાં એક રોમાંચક ટ્વિસ્ટ આવે છે જ્યારે દુલ્હનના એક ખાસ મિત્રનું મૃત્યુ થાય છે. આ ઉજવણી જીવનભરના મિત્રો વચ્ચેના રહસ્યો, રોષ અને વિશ્વાસઘાતથી ભરેલા તણાવપૂર્ણ રહસ્યમાં ફેરવાય છે.
વેબ સિરીઝની વાર્તા
આ તપાસનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર દેવિકા (શ્રીયા પિલગાંવકર) કરે છે, જે એક હોશિયાર પોલીસ અધિકારી છે જેનો ભૂતકાળ કાળો અને ભયાનક છે. જેમ જેમ બધાથી છૂપાયેલા અને દફનાવવામાં આવેલા સત્યો પ્રગટ થાય છે ત્યારે બધા સંબંધોની કસોટી થાય છે અને વફાદારી અને છેતરપિંડી વચ્ચેની રેખાઓ ઝાંખી પડવા લાગે છે.
ADVERTISEMENT
વેબ સીરિઝના નિર્માતાઓ અને સ્ટારકાસ્ટ
જગન્નાથ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, અજય ભુયાન દ્વારા દિગ્દર્શિત, `છલ કપાટ ધ ડિસેપ્શન` જૂનમાં ZEE5 પર પ્રીમિયર થશે. (Chhal Kapat set to release on Zee5) આ રહસ્યમય વેબ સિરીઝની મુખ્ય ભૂમિકામાં શ્રિયા પિલગાંવકર અભિનિત, આ શ્રેણીમાં કામ્યા અહલાવત, રાગિણી દ્વિવેદી, તુહિના દાસ, યાહવે શર્મા, પ્રણય પચૌરી, સ્મરણ સાહુ અને અનુજ સચદેવા પણ છે.
હિન્દી ફિલ્મો અને શોમાં મહિલા પોલીસ બહુ ઓછી હોય છે. તેથી, જ્યારે શ્રિયા પિલગાંવકરને `છલ કપાટ - ધ ડિસેપ્શન` માં પહેલી વાર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાની તક મળી, ત્યારે તેણે સહેલાઈથી હા પાડી દીધી. "મારું પાત્ર દેવિકા રાઠોડ ફક્ત એક અધિકારી નથી; તે એક કાળા ભૂતકાળથી ઘેરાયેલી વ્યક્તિ છે."
શ્રીયા પિલગાંવકરનું જટિલ પાત્ર
Chhal Kapat set to release on Zee5: અજય ભુયાન દ્વારા દિગ્દર્શિત, Zee5ની આ વેબ સીરિઝ બુરહાનપુરમાં યુજયેલ લગ્ન પર આધારિત છે જેમાં દુલ્હનના એક શ્રેષ્ઠ મિત્રના મૃત્યુ બાદ સિરીઝમાં એક મોટો અને રોમાંચક ટ્વિસ્ટ આવે છે. પિલગાંવકરની દેવિકાને તપાસનું કામ સોંપવામાં આવ્યું છે. તેણે આ વેબ સીરિઝ માટે પહેલી વાર પોલીસ યુનિફોર્મ પહેરવાની તક મળી છે. આ તક અભિનેતાને આ વેબ સિરીઝમાં કામ કરવા માટે આકારશ્યું હતું, પરંતુ તે દીપિકાની જટિલતાઓ અને તેના પાત્રના ગ્રે શેડ્સ માટે કામ કરવા તરફ વધુ આકર્ષાઈ હતી. "એક પોલીસ અધિકારીનું પાત્ર ભજવવું રોમાંચક છે, અને દેવિકા તીક્ષ્ણ, નિઃશંકપણે ખરાબ વાણીવાળી અને નૈતિક રીતે જટિલ છે."
"ભારતીય ફિલ્મો કે વેબ સિરીઝમાં તેના જેવા પાત્રો ભાગ્યે જ જોવા મળે છે, જ્યાં પોલીસ અધિકારીઓને ઘણીવાર ખોટા માણસ તરીકે દર્શાવવામાં આવે છે. શ્રીયા પિલગાંવકરે ગિલ્ટી માઇન્ડ્સ (2022) અને ધ બ્રોકન ન્યૂઝમાં ઉગ્ર સ્ત્રી પાત્રોની ભૂમિકા ભજવી હતી.
આ મર્ડર મિસ્ટ્રી વેબ સીરિઝ, જૂનમાં પ્રીમિયર માટે સેટ છે, જેમાં પ્રણય પચૌરી, તુહિના દાસ, અનુજ સચદેવા અને રાગિની દ્વિવેદી પણ છે.

