નેટફ્લિક્સની નવી હિન્દી કૉમેડી-ડ્રામા વેબ-સિરીઝ ‘ચુંબક’નું ટ્રેલર લૉન્ચ થયું છે. મુંબઈની ચુંબક કૉલોનીમાં રહેતા પાંચ પરિવારોની મીઠી તકરાર, હાસ્ય અને લાગણીસભર સંબંધોની વાર્તા સિરીઝમાં જોવા મળશે.
નેટફ્લિક્સ પર ૨૮ ઑગસ્ટથી આવી રહી છે ચુંબક
નેટફ્લિક્સ પર ‘ચુંબક’ નામની કૉમેડી-ડ્રામા હિન્દી વેબ-સિરીઝ ૨૮ ઑગસ્ટથી રિલીઝ થઈ રહી છે. ગઈ કાલે એનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર લૉન્ચ દરમ્યાન ઍક્ટર્સ સંદીપા ધાર, અનંત વી. જોશી, અમાયરા દસ્તૂર, અર્જુન બિજલાણી, હેલી શાહ, નીના ગુપ્તા, દેવેન ભોજાણી, સુમિત વ્યાસ અને ડેલનાઝ ઈરાની ઉપરાંત નેટફ્લિક્સ ઇન્ડિયાના સિરીઝ હેડ તાન્યા બામી, લેખક અને ડિરેક્ટર આતિશ કાપડિયા તથા પ્રોડ્યુસર જે.ડી. મજેઠિયા પણ હાજર રહ્યાં હતાં. આ વેબ-સિરીઝની વાર્તા મુંબઈની એક ‘ચુંબક કૉલોની’ની આસપાસ ફરે છે જ્યાં પાંચ અલગ-અલગ પરિવારો સાથે રહે છે. આ પાડોશી પરિવારો વચ્ચે થતી મીઠી તકરાર, કૉમેડી, એકબીજાનાં સુખ-દુઃખમાં સાથ આપવાની ભાવના અને એક મોટા પરિવારની જેમ સાથે રહેવાની લાગણીસભર વાર્તાને સિરીઝમાં વણી લેવામાં આવી છે.
