° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


રિત્વિક સાહોરે લાઇફમાં પહેલી વખત સ્મોકિંગ કર્યું!

04 June, 2021 12:04 PM IST | Mumbai | Nirali Dave

‘ઇન્દોરી ઇશ્ક’ વેબ-સિરીઝનો લીડ ઍક્ટર રિત્વિક સાહોર પોતાના પાત્ર વિશે વાત કરે છે

રિત્વિક સાહોર

રિત્વિક સાહોર

‘દંગલ’, ‘લાખોં મેં એક’, ‘ફ્લૅમ્સ’ વગેરેમાં ગભરુ ટીનેજરનો રોલ કરનારો રિત્વિક સાહોર આગામી સિરીઝ ‘ઇન્દોરી ઇશ્ક’માં પહેલી વખત એક ઇન્ટેન્સ પાત્ર ભજવી રહ્યો છે. ‘ઇન્દોરી ઇશ્ક’માં રિત્વિક સાહોર કુણાલના રોલમાં છે જે બીજી બધી રીતે તો સફળ લાઇફ ધરાવે છે, પણ પ્રેમસંબંધમાં મળેલા દગાને કારણે તેની લાઇફ ઊલટસૂલટ થઈ જાય છે. રિત્વિક માટે આ પાત્ર કેટલું ચૅલેન્જિંગ રહ્યું એ વિશે તેણે વાત કરી.

રિત્વિક કહે છે, ‘ઇન્દોરી ઇશ્ક’માં મારું કુણાલનું પાત્ર હું જે રિયલમાં છું એનાથી અને પહેલાં મેં ભજવેલાં અન્ય પાત્રોથી એકદમ વિપરીત છે. કુણાલ અન્ય છોકરા જેવો જ છે, પણ જ્યારે તેને પ્રેમમાં દગો મળે છે ત્યારે તે ગાંડપણની દરેક હદ પાર કરી નાખે છે! મેં મારી રિયલ લાઇફમાં જે બ્રેકઅપ કે અન્ય ઇમોશન્સ જોયાં છે એનો પણ ઉપયોગ આ કૅરૅક્ટર માટે કર્યો છે. એટલું જ નહીં, હું સ્મોક નથી કરતો, પણ આ સિરીઝ માટે હું પહેલી વખત સગારેટ પકડતાં શીખ્યો!’

04 June, 2021 12:04 PM IST | Mumbai | Nirali Dave

અન્ય લેખો

વેબ સિરીઝ

રિયલ ઇમોશન્સને કૅપ્ચર કરવામાં આવ્યાં એ જ ‘ગ્રહણ’નો ચાર્મ છે: ઝોયા હુસેન

પાસ્ટ અને પ્રેઝન્ટના ધમાકાવાળા આ શોને સત્યા વ્યાસની પૉપ્યુલર બુક ‘ચૌરાસી’ પરથી બનાવવામાં આવ્યો છે

11 June, 2021 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ધૂપ કી દીવાર’માં જોવા મળશે ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી

ઝીફાઇવ ના શો ‘ધૂપ કી દીવાર’માં સજલ અલી અને અહદ રઝા મીર લીડ રોલમાં છે

11 June, 2021 12:26 IST | Mumbai | Nirali Dave
વેબ સિરીઝ

...જ્યારે હુમા કુરેશી સ્પર્ધક અને અમિત સિયાલ જજ તરીકે હતો!

‘મહારાણી’ વેબ-સિરીઝમાં અમિત સિયાલ ‘રાણી ભારતી’ હુમા કુરેશીનો વિરોધી બન્યો છે

10 June, 2021 11:47 IST | Mumbai | Nirali Dave

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK