શ્રેયા કાલરા ‘લૉક અપ 2’ની વિજેતા બની છે. ગ્રૅન્ડ ફિનાલેમાં તેને ટ્રોફી સાથે એક કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું, જ્યારે ચાહકોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ વરસાવી.
શ્રેયા કાલરા
અનેક અઠવાડિયાં સુધી ચાલેલા અઘરાં ટાસ્ક, ડ્રામા અને જોરદાર સ્પર્ધા બાદ આખરે શ્રૈયા કાલરા ‘લૉક અપ 2’ની વિજેતા બની ગઈ છે. ફારાહ ખાન અને રિતેશ દેશમુખ દ્વારા સંચાલિત આ રિયલિટી શોની ગ્રૅન્ડ ફિનાલેમાં શ્રેયાને ટ્રોફી અને એક કરોડ રૂપિયાની રોકડ ઇનામી રકમ પણ આપવામાં આવી. તેની જીત જાહેર થતાં જ ચાહકોએ સોશ્યલ મીડિયા પર અભિનંદનની શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો.
શોના વિજેતાની પસંદગી પચીસ સભ્યોની જ્યુરીના મતદાનના આધારે કરવામાં આવી હતી. આ જ્યુરીમાં મીડિયા-પ્રતિનિધિઓ, શોના ભૂતપૂર્વ સ્પર્ધકો અને બહાર થઈ ચૂકેલા સ્પર્ધકોનો સમાવેશ હતો. મળતી માહિતી પ્રમાણે ૧૮ જ્યુરી મેમ્બર્સ અને પાંચ ભૂતપૂર્વ સ્પર્ધકોએ શ્રેયાના પક્ષમાં મત આપ્યો હતો. આમ તેને કુલ ૨૩ મત મળ્યા. બીજી તરફ શિવાંગી જોશીને અંદાજે ૧૪થી ૧૫ મત મળ્યા હોવાનું જણાવાયું છે.
શોના વિજેતાની યાદી
ADVERTISEMENT
વિજેતા શ્રેયા કાલરા
ફર્સ્ટ રનર-અપ શિવાંગી જોશી
સેકન્ડ રનર-અપ યોગેશ રાવત
થર્ડ રનર-અપ શિલ્પા શિંદે
