દરેક વ્યક્તિના જીવનમાં રોટી, કપડાં અને મકાન સૌથી મહત્ત્વના હોય છે, પણ આજના સમયમાં તો મકાન માત્ર એક જરૂરત નહીં પણ લાઇફસ્ટાઇલનું સ્ટેટસ બની ગયું છે. મારુ ઘર સૌથી સુંદર હોવું જોઈએ એવું દરેકને લાગે છે. લોકોના આ જ સ્વપ્નાને આર્કિટેક્ટ્સ પૂર્ણ કરે છે. આ સાથે દેશ અને વિદેશોમાં પણ અનેક એવી ઈમારતો છે જે પોતામાં જ એક અજાયબી હોય છે. દુનિયાના સાત આજુબા આર્કિટેક્ચર્સના સૌથી ઉત્તમ ઉદાહરણ છે, જો કે આ સાથે પણ ભારતમાં એવી અનેક ઈમારતો અને પ્રોજેક્ટ્સ છે જેના પાછળ ભારતના કેટલાક આર્કિટેક્ટ્સ તનતોડ મહેનત કરે છે, પણ દેશને વિકાસની દ્રષ્ટિએ આગળ વધારતા આ આર્કિટેક્ટ્સને ખૂબ જ ઓછા લોકો જાણે છે, જેથી દેશના વિકાસમાં મહત્ત્વનો રોલ ભજવનાર આર્કિટેક્ટ્સના જીવનને દર્શાવતો એક શો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં દેશના અનેક જાણીતા આર્કિટેક્ટ્સના જીવનથી જોડાયેલા સંઘર્ષ અને સફળતાને એકદમ સ્પષ્ટ રીતે આવી છે. ‘વર્લ્ડ ઑફ બ્રાન્ડ્સ’ના યુટ્યુબ ચેનલ પર દર શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે. આ શોમાં જાણીતા ગુજરાતી અભિનેતા કરણ મહેતાએ હોસ્ટ કર્યો છે અને પ્રતિક વ્યાસ અને પ્રતિક હરપળેએ ડિરેક્ટ કર્યો છે. આ શો ભારતનો એવો પહેલો ટોક શો છે જે આર્કિટેક્ટ્સની સફરને દુનિયા સામે રજૂ કરે છે. ‘લેજન્ડ્સ ઑફ ડિઝાઇન’ના હોસ્ટ કરણ મહેતાએ આ શો બાબતે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સામે વાત કરી હતી. તો જાણીએ શું છે આ માહિતીપ્રદ શોમાં.
13 August, 2024 09:45 IST | Mumbai | Viren Chhaya