Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > જૉબ્ઝ અને કરિયર > BDL Recruitment 2024: પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે કરો અરજી, જાણો લાયકાત માપદંડો

BDL Recruitment 2024: પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે કરો અરજી, જાણો લાયકાત માપદંડો

29 January, 2024 12:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

BDL Recruitment 2024: કુલ 361 પ્રોજેક્ટ એન્જિનિયર અને અન્ય પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તો વહેલી તકે અરજી ફોર્મ ભરો

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 14મી ફેબ્રુઆરી છે
  2. ઉમેદવારોએ BE, B.Tech, B.Sc એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ
  3. 28 વર્ષની વય મર્યાદા આપવામાં આવી છે

BDL Recruitment 2024: નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL)  દ્વારા આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કુલ 361 પ્રોજેક્ટ એન્જિનિયર અને અન્ય પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ઉમેદવારોને અધિકૃત વેબસાઇટ bdl-india.in પર જઈને આ ભરતી માટે અરજી કરવાની સૂચના આપવામાં આવી છે. 

કઈ તારીખ છેલ્લી છે?



તમને જણાવી દઈએ કે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 14મી ફેબ્રુઆરી આપવામાં આવી છે. તેથી રસ ધરાવતા ઉમેદવારો માટે હજી પણ સમય છે જ. તો વહેલી તકે અરજી ફોર્મ ભરીને નિર્ધારિત સમયમાં સબમિટ કરી દેવું જ હિતાવહ રહેશે. 


ઉપરોક્ત પોસ્ટ માટે કેટલો પગાર આપવામાં આવશે?

ભરતી પ્રક્રિયા (BDL Recruitment 2024) દ્વારા જણાવ્યું એમ કુલ 361 પોસ્ટ માટે જગ્યા ભરવાની છે. પ્રોજેક્ટ એન્જિનિયર, પ્રોજેક્ટ ઓફિસર, પ્રોજેક્ટ ડિપ્લોમા સહાયકની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. 


પ્રોજેક્ટ એન્જિનિયર, પ્રોજેક્ટ ડિપ્લોમા આસિસ્ટન્ટ, પ્રોજેક્ટ ટ્રેડ આસિસ્ટન્ટનો દર મહિને પગાર પ્રથમ વર્ષમાં રૂ. 30,000, રૂ. 25,000, રૂ. 23,000 એમ રહેશે. પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટનો પગાર કહીએ તો પ્રથમ વર્ષે 30 હજાર રૂપિયા પ્રતિ માસ અને ત્યારબાદ બીજા વર્ષે 33 હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે 36 હજાર રૂપિયા અને ચોથા વર્ષે 39 હજાર રૂપિયા એમ આપવામાં આવશે.

BDLમાં આવેલ ભરતીમાં અરજી કરવા લાયકાત માપદંડો કયા?

સૌ પ્રથમ તો ઉમેદવારોએ BE, B.Tech, B.Sc એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારે મિકેનિકલ/ ઇલેક્ટ્રોનિક્સ/ ઇલેક્ટ્રિકલ/ કમ્પ્યુટર સાયન્સ/ સિવિલ/ કેમિકલ/ પર્યાવરણ/ ધાતુવિજ્ઞાન અથવા AICTE માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી સમકક્ષ વિષયમાં M.E. હોવો જોઈએ. હા, યાદ રહે કે M.Tech પ્રથમ વિભાગ 60 ટકાએ પાસ કર્યું હોવું જરૂરી છે.

શું અરજી કરતી વખતે કોઈ અરજી ફી આપવાની છે?

અરજી (BDL Recruitment 2024) ફીની વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ ડિપ્લોમા આસિસ્ટન્ટ, પ્રોજેક્ટ ટ્રેડ આસિસ્ટન્ટ, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ, પ્રોજેક્ટ ઓફિસ આસિસ્ટન્ટ માટે અરજી ફોર્મ ભરવા માટે અરજદારોએ 200 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. તેમ જ પ્રોજેક્ટ એન્જિનિયર, પ્રોજેક્ટ ઓફિસરની પોસ્ટ માટે અર્જીકર્તાએ 300 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે.

શું છે વય મર્યાદા?

અરજી સબમિટ કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 14 ફેબ્રુઆરી 2024ના રોજ 28 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગો જેમ કે SC, SC, દિવ્યાંગ અને OBC શ્રેણીઓને પણ સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.

આ રીતે અરજીકર્તાએ અરજી કરવાની રહેશે

સૌ પ્રથમ તો બીડીએલની સત્તાવાર સાઇટ bdl-india.in પર જવાનું રહેશે. આ સાઇટ પર હોમ પેજ પર આપેલ કરિયર ટેબ પર ક્લિક કરવાનું રહેશે. બરાબર સૂચના વાંચો વાંચીને અરજી કારવાની રહેશે. અરજી (BDL Recruitment 2024) સબમિટ કરતાં પહેલા અરજી ફી ચૂકવો.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2024 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK