Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > જૉબ્ઝ અને કરિયર > GSSSB CCE Recruitment 2024: ગુજરાતમાં સરકારી નોકરીની સુવર્ણ તક, પરીક્ષાની તારીખ નોંધી લો અને કરો તૈયારી

GSSSB CCE Recruitment 2024: ગુજરાતમાં સરકારી નોકરીની સુવર્ણ તક, પરીક્ષાની તારીખ નોંધી લો અને કરો તૈયારી

01 March, 2024 05:50 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

GSSSB CCE Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની કુલ 5554 જગ્યાઓ માટે પરીક્ષાઓ માટેની તારીખ જારી કરવામાં આવી છે.

પરીક્ષાની પ્રતીકાત્મક તસવીર

Job Recruitment

પરીક્ષાની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. એપ્રિલ મહિનાની પહેલી તારીખથી આ પરીક્ષા શરૂ કરી દેવામાં આવશે.
  2. સરકારમાં વર્ગ 3માં 5554 જગ્યા ભરવા માટે પરીક્ષા લેવાશે
  3. દરેક પ્રશ્નના કૂલ ચાર વિકલ્પ આપવામાં આવશે

ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ્સ માટે ગ્રુપ-એ અને ગ્રુપ-બીની કુલ 4304 ખાલી જગ્યાઓની ભરતી (GSSSB CCE Recruitment 2024) માટે ગુજરાત CCE 2024 નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. ગ્રુપ-એ અને ગ્રુપ-બીની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની તક (GSSSB CCE Recruitment 2024)ની રાહ જોઈ બેઠેલાં ઉમેવારો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની કુલ 5554 જગ્યાઓ માટે પરીક્ષાની રાહ સૌ જોઈ રહ્યા હતા, હવે આ પરીક્ષાઓ માટેની તારીખ જારી કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માહિતી શેર કરવામાં આવી છે કે આ પરીક્ષાઓ હવે 1 એપ્રિલથી શરુ થઈ જવા રહી છે. 



પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ તબક્કાની પ્રાથમિક ટેસ્ટ હવે યોજાવા જઈ રહી છે. એપ્રિલ મહિનાની પહેલી તારીખથી આ પરીક્ષા શરૂ કરી દેવામાં આવશે.


કેટલા દિવસ સુધી ચાલવાની છે આ પરીક્ષાઓ?

તમને જણાવી દઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB CCE Recruitment 2024) દ્વારા લેવામાં આવનારી આ પરીક્ષાઓ 20 દિવસ સુધી ચાલવાની છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, સરકારમાં વર્ગ 3માં 5554 જગ્યા ભરવા માટે સરકાર દ્વારા જાન્યુઆરીના પ્રથમ વિકમાં 212 નંબરની જાહેરાત આપવામાં આવી હતી.


પરીક્ષાનું શેડ્યૂલ, પરીક્ષા પત્રનું ફોર્મેટ શું હશે?

20 દિવસ સુધી આ પરીક્ષા ચાલવાની છે. આ સાથે જ પ્રથમ તબક્કાની સ્ક્રિનિંગ ટેસ્ટ એક એપ્રિલથી શરૂ થઈ જશે. આ પરીક્ષા 8 મેના રોજ પૂર્ણ કરવામાં આવશે. રોજિંદા 75 પેપર નીકળવાના છે. રોજ 4 શિફ્ટમાં પેપરનું આયોજન થવાનું છે. જો આ પેપરના સમયની વાત કરવામાં આવે તો કુલ ૧ કલાકનો સમય આપવામાં આવનાર છે. પરીક્ષાઓના ફોર્મેટની વાત કરવામાં આવે તો એમસીકયુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવનાર છે. એટલે જ કે દરેક પ્રશ્નના કૂલ ચાર વિકલ્પ આપવામાં આવશે. સાચા વિકલ્પ માટે 1 માર્ક મળશે. અને ખોટો વિકલ્પ પસંદ કરવામાં આવે તો 0.25 નેગેટિવ માર્કિંગ કરવામાં આવનાર છે.

ઉમેદવારે શું શું સાથે રાખવાનું છે? આ વસ્તુઓ સાથે લઈ જઈ શકાશે નહીં

GSSSB CCE Recruitment 2024: સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પાંચ પ્રકારના આઈ કાર્ડ પૈકી કોઈપણ એક કાર્ડ પુરાવા તરીકે સાથે રાખવાનું રહેશે. ઓરીજીનલ કોપી સાથે રાખવાની રહેશે. ઇ આધાર કાર્ડ પણ માન્ય ગણવામાં આવશે. પરીક્ષા શરૂ થયા પહેલાના પંદર મિનિટ સુધી પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ આવેલા ઉમેદવારની કોઈપણ દલીલ ચલાવી લેવામાં આવશે નહીં. પરીક્ષા દરમિયાન સ્માર્ટ વોચ કે કોઈપણ ઇલેક્ટ્રિક વસ્તુઓ સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહિ.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2024 05:50 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK