UCO Bank Recruitment 2023: યુકો બેંકમાં વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. આ સાથે જ આ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થવામાં છે.
UCO Bank Recruitment 2023
યુકો બેંકની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- યુકો બેંક દ્વારા શરૂ કરાયેલી ભરતીની પ્રક્રિયા હેઠળ કુલ 142 જગ્યા ભરવામાં આવશે
- ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર, 2023 છે.
- લાયક ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા/કૌશલ્ય કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
યુકો બેંકમાં વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. આ સાથે જ આ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થવામાં છે. રસ ધરાવતા ઉમેદવારો UCO બેંકની અધિકૃત વેબસાઇટ ucobank.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. યુકો બેંકમાં વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ પર ભરતી માટેની નોંધણી પ્રક્રિયા 05 ડિસેમ્બર, 2023ના રોજ શરૂ થઈ ગઈ હતી. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર, 2023 જણાવવામાં આવી છે.
યુકો બેંકમાં આ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે
ADVERTISEMENT
યુકો બેંક દ્વારા શરૂ કરાયેલી ભરતીની પ્રક્રિયા (UCO Bank Recruitment 2023) હેઠળ કુલ 142 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ નિષ્ણાત અધિકારીની કુલ 127 જગ્યાઓ તેમ જ રિસ્ક મેનેજમેન્ટમાં નિષ્ણાત અધિકારી માટે કુલ 15 જગ્યાઓ ભરવામાં આવનાર છે.
આ પોસ્ટ માટે અરજી કરવાની લાયકાત શું હોવી જોઈએ?
ચીફ મેનેજરના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે BE, B.Tech, B.Sc, M.Tech અથવા ME જેવી ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે જ આ ભરતી માટેના ઉમેદવારોને નિયત ક્ષેત્રમાં 8 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે. આ પોસ્ટ અને અન્ય માટે શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચના તપાસવાની સલાહ આપવામાં આવી છે.
આ પોસ્ટ માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ?
આ પોસ્ટ માટે 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી (UCO Bank Recruitment 2023) કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી આવશ્યક છે. જ્યારે એસસી, એસટીને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે.
આ પોસ્ટમાં અરજી વખતે કેટલી ફી આપવાની છે?
જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી રૂ 800 રાખવામાં આવી છે. આ સાથે જ SC, ST અને PWD ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારોએ ઈન્ટરનેટ બેન્કિંગ/NEFT (નોન-રિફંડેબલ) દ્વારા ફી ચૂકવવાની રહેશે.
કઈ રીતે અરજી કરવી?
અરજી કરવા માટે ઉમેદવારોએ UCO બેંકની સત્તાવાર સાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ ઉમેદવારોએ હોમપેજ પર ભરતી (UCO Bank Recruitment 2023) સંબંધિત ઑફલાઇન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. આ પછી ઉમેદવારે ફોર્મમાં બધી માહિતી યોગ્ય રીતે ભરીને મોકલવી જોઈએ. ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો પણ મોકલવાના રહેશે.
ઉમેદવારોએ આ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે
યુકો બેંકની આ ભરતી (UCO Bank Recruitment 2023)માં લાયક ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા/કૌશલ્ય કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તેમ જ જે તે પોસ્ટ માટે ઉમેદવારોની પ્રતિભા ચકાસવામાં આવશે. બેંક દ્વારા કેટલીક અન્ય કસોટી પણ કરવામાં આવશે. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં લાયકાત ધરાવતા ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.