° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

28 November, 2021 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આપ દરેક કાર્ય સમય કરતાં વહેલું પૂરું કરવાના પ્રયત્નમાં રહેશો.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

એરિઝ : આજે સવારથી જ આપનો દિવસ સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહથી ભરપૂર રહેશે જેના કારણે દરેક કામ કરવામાં ઉત્‍સાહ જળવાઈ રહેશે. આપ દરેક કાર્ય સમય કરતાં વહેલું પૂરું કરવાના પ્રયત્નમાં રહેશો.
ટૉરસ : આજે લોકોના આપની વિશેના અભિપ્રાયો વિશે વધુ૫ડતા સભાન અને સાવચેત રહેશો. આથી આપની કામ પરત્વેની સભાનતા વધશે. ગણેશજી આજનો દિવસ આત્મમૂલ્‍યાંકન કરવાની સલાહ આપે છે.
જેમિની : આજે આપનામાં લાગણીઓનો પ્રવાહ વધતાં આપ કોઈ ૫ણ બાબત દિમાગથી નહીં, ૫રંતુ દિલથી વિચારવા મજબૂર થશો. ૫રિણામે આપ સારા-ખોટાનું ભાન ગુમાવી બેસો એવી શક્યતા છે.
કેન્સર : આજે આપની વ્યક્તિગત પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જામાં વધારો થશે. આપ જીવનમાં સફળતા મેળવવા વધારે પ્રયત્‍નશીલ બનશો, ૫રંતુ આ સફળતાનો આધાર આપની પ્રતિષ્ઠા પર છે.
લિઓ : ગણેશજી કહે છે કે આજે આપ જે કોઈ ૫ણ નિર્ણય લેશો એ દ્વિધા વગરનો અને યોગ્‍ય હશે. આરોગ્‍ય સારું રહેશે. કારકિર્દી ક્ષેત્રે બધું સરળતાથી પાર પડશે. એમ છતાં, આપ એના ૫ર વધુ ધ્‍યાન આ૫શો.
વર્ગો : વ્‍યાવસાયિક અને આર્થિક બાબતોમાં અટવાયેલા રહેશો. દરેક જગ્‍યાએ આજે આપ ભાવ માટે રકઝક કરશો. આપનું મન ઓછી મહેનતે વધારે આર્થિક લાભ કઈ રીતે મેળવવો એ વિચારવામાં ૫રોવાયેલું રહેશે.
લિબ્રા : આજે આપ પ્રવાસનું આયોજન કરશો, જે વ્યક્તિગત કે વ્યાવસાયિક કામ અર્થે કે પછી રોજિંદા જીવનમાંથી થોડી રાહત મેળવવા હશે. આજે આપ વ્યક્તિગત બાબતો કરતાં વ્‍યવસાયને વધારે મહત્ત્વ આપશો.
સ્કૉર્પિયો : સંતાનોના સ્વાસ્થ્યની ચિંતા આપને રહ્યા કરશે. તેમની પાછળ વધુ ખર્ચ થવાની શક્યતા છે. આજે આપને કોઈ ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાની ઇચ્છા થશે. આપને પિતાથી પણ લાભ થઈ શકે છે.
સેજિટેરિયસ : ગણેશજી કહે છે કે આજે આપને ઑફિસમાં સત્તા અને અધિકાર સોં૫વામાં આવતાં આપની જવાબદારી વધે એવી શક્યતા છે. એમ છતાં, કામ ૫રત્‍વે આપનું વલણ નિષ્ઠાભર્યું હશે.
કેપ્રિકોર્ન : આપનો સ્‍વભાવ ધાર્યું કરવામાં માનનારો છે. આજે આપને મહેનતનું યોગ્ય વળતર મળી શકે. ગણેશજીને લાગે છે કે કેટલાક પ્રતિકુળ યોગથી આપના હાથમાં આવેલી તકો સરી જવાની શક્યતા છે.
એક્વેરિયસ : આજનો દિવસ સાવ સામાન્ય અને રાબેતા મુજબનો રહેશે. આજે આપ દરેક કામ કુશળતાપૂર્વક હાથ ધરશો. કેટલાંક નાના વિઘ્નોને બાદ કરતાં કારકિર્દી ક્ષેત્રમાં આપનો દિવસ સરળતાથી ૫સાર થશે.
પાઇસિસ : ગણેશજીને લાગે છે કે આજે આપનું સહાનુભૂતિભર્યું વલણ લોકોની શુભેચ્‍છાઓ મેળવવામાં આપને મદદ કરશે. આપ ખૂબ સારા બૉસ, સહકર્મચારી, ૫તિ-૫ત્‍ની કે સારા બાળક પુરવાર થઈ શકશો.

28 November, 2021 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

પૂજા કરવી સરળ છે, પણ પ્રેમ કરવો ઉચ્ચ બાબત છે

જો સ્વચ્છંદી ન થવું હોય તો ભય હોવો જોઈએ અને ભય હશે તો સદ્ગુરુના દરેક શબ્દ કાયમ માટે હૃદયમાં રહેશે. આમ પણ હૃદય પ્રેમ માટે છે, માટે પ્રેમ ત્યાં જ રાખવાનો હોય.

20 January, 2022 10:15 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

હૃદયમાં રક્ત ભલે વહે, પણ એ હોવું તો વિરક્ત જોઈએ

પ્રેમદેવતાનું સ્વરૂપ અલગ છે. કહે છે કે તે જ્યારે આવે ત્યારે હૃદય ખાલી હોવું જોઈએ, હૃદય રિક્ત હોવું જોઈએ. તમારા હૃદયમાં રક્ત ભલે વહે, પણ એ હૃદય હોવું તો વિરક્ત જ જોઈએ. જો વિરક્ત હૃદય હોય તો જ પ્રેમદેવતા એમાં સ્થાન બનાવે.

19 January, 2022 03:33 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

નાના માણસની મોટાઈ અને સારપ અપરંપાર હોય છે

રૂપાળી ચામડીવાળો ક્રૂર હોઈ શકે અને કાળી ચામડીવાળો હૈયાનો કોમળ હોઈ શકે. શેઠ ગુંડો તો નોકર પણ સજ્જન હોઈ શકે.’

18 January, 2022 12:55 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK