Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આચાર્ય ઉપેન્દ્રજીનો ઐતિહાસિક ગણેશ વિદ્યા નિઃશુલ્ક મહાયજ્ઞ, નવી મુંબઈના વાશીમાં

આચાર્ય ઉપેન્દ્રજીનો ઐતિહાસિક ગણેશ વિદ્યા નિઃશુલ્ક મહાયજ્ઞ, નવી મુંબઈના વાશીમાં

Published : 09 May, 2025 08:13 PM | Modified : 09 May, 2025 08:15 PM | IST | Navi Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ અદ્વિતીય યજ્ઞમાં આચાર્યજી દુર્લભ આધ્યાત્મિક સાધનાઓ થકી ઉપસ્થિતોને તેમના જીવનના અવરોધો દૂર કરવા માટે ધન અને સફળતા મેળવવા માટે અને બીમારીઓથી તુરંત મુક્તિ મેળવી આપવા માટે માર્ગદર્શન કરશે.

આચાર્ય ઉપેન્દ્રજી

આચાર્ય ઉપેન્દ્રજી


આચાર્ય ઉપેન્દ્રજીની આગેવાનીમાં ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો ઐતિહાસિક મહાસમારંભઃ સિડકો ઍક્ઝિબિશન સેન્ટર, વાશી, નવી મુંબઈમાં અંતર યોગ ગણેશવિદ્યા મહાયજ્ઞનું રવિવાર 11 મે, 2025ના રોજ સવારે 7.30થી રાત્રે 10.30 સુધી આયોજન કરવામાં આવ્યું છે. તમારા જીવનના અવરોધો દૂર કરવા માટે, સંપત્તિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે અને રોગ અને વ્યાધિમાંથી મુક્તિ મેળવવા માટે નિઃશુલ્ક મહાયજ્ઞ યોજવામાં આવ્યો છે.


મહારાષ્ટ્રઃ અંતર યોગ ફાઉન્ડેશન એક પવિત્ર અને પરિવર્તનાત્મક આધ્યાત્મિક ચળવળ ગણેશ વિદ્યા મહાયજ્ઞ આયોજિત કરી રહ્યું છે. આ એક ઐતિહાસિક મહાસમારંભ છે જે ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં લીધેલું એક મહાન પગલું છે. મહાયજ્ઞ સમારંભ રવિવાર, 11 મે, 2025ના રોજ સવારે 7.30થી રાત્રે 10.30 દરમિયાન સિડકો ઍક્ઝિબિશન સેન્ટર, વાશી, નવી મુંબઈ ખાતે આચાર્ય ઉપેન્દ્રજીની આગેવાનીમાં સંપન્ન થઈ રહ્યો છે. અંતર યોગ ગણેશ વિદ્યા મહાયજ્ઞ કાર્યક્રમ માટે બધા માટે નિઃશુલ્ક ખુલ્લો રહેશે.



જીવનભર ક્યારેય નહીં ભૂલી શકાય તેવો આ અત્યંત દિવ્ય અનુભવ હોઈ તેમાં સામૂહિક રીતે શ્રી ગણેશના 5 કરોડ બીજ મંત્રના જાપ અને 2 લાખ વ્યક્તિગત જાપ સાધના પૂર્ણ કરીને, આચાર્ય ઉપેન્દ્રજી અને દુનિયાભરના અંતર યોગ સાધકોએ આવનારા સમયમાં સંકટથી ભારતનું રક્ષણ કરવાનો સંકલ્પ કર્યો છે. આ અદ્વિતીય યજ્ઞમાં આચાર્યજી દુર્લભ આધ્યાત્મિક સાધનાઓ થકી ઉપસ્થિતોને તેમના જીવનના અવરોધો દૂર કરવા માટે ધન અને સફળતા મેળવવા માટે અને બીમારીઓથી તુરંત મુક્તિ મેળવી આપવા માટે માર્ગદર્શન કરશે.


આ કાર્યક્રમમાં રાજકારણ, ઉદ્યોગ, અધ્યાત્મ ક્ષેત્રના આગેવાનો અને હજારો સાધકો હાજર રહેશે. દુનિયાભરના સાધકો ઑનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. આચાર્ય ઉપેન્દ્રજીની દ્રઢ શ્રદ્ધા અનુસાર અને મહર્ષિ અગસ્ત્યએ 2000 વર્ષ પૂર્વે નાડી જ્યોતિષમાં કરેલી ભવિષ્યવાણી અનુસાર આ કાર્યક્રમ ઉપસ્થિત અને દૂરદ્રષ્ટિ ધરાવતા આત્માઓમાં ગહન પરિવર્તન લાવશે. સાધનોને માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યમાં હકારાત્મક બદલાવ, અંતર્ગત ધીરજ, કૌટુંબિક શાંતિ, સમૃદ્ધિની અનુભૂતિ મળવાની હોઈ 48 દિવસમાં મનોકામના પૂર્ણ થવાનો અનુભવ થશે.

કાર્યક્રમમાં આચાર્ય ઉપેન્દ્રજી લિખિત, ગણેશ અથર્વાશીર્ષ પરના દુનિયાના સૌથી મોટા અને ઊંડાણભર્યા વિશ્લેષણાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવશે. આ પુસ્તક જીવનમાં એક શક્તિશાળી માર્ગદર્શક ઠરશે. વિદ્યાર્થીઓની સ્મરણશક્તિ, લક્ષ, સર્જનશીલતા અને શૈક્ષણિક સફળતા માટે તૃતીય નેત્ર જાગૃતિ માટે દુર્લભ સરસ્વતી સાધના કરવામાં આવશે. ઉપસ્થિતોને ગણેશપૂજા, અભિષેક, શક્તિશાળી મંત્રજાપ અને ગણપતિ અથર્વાશીર્ષ સહસ્રાવર્તન અનુભવવા મળશે. દુર્ગા સપ્તશતી બીજ મંત્રા મહાયજ્ઞ પણ આ સમયે પાર પડશે. તે શક્તિ, સંપત્તિ અને જ્ઞાનને એકત્રિત રીતે આકર્ષિત કરે છે.


કાર્યક્રમની પૂર્ણાહુતિ શિવ સાધનાથી થશે. આ દુર્લભ સાધના પોતાની અંદરની રોગ નિવારણ શક્તિને જાગૃત કરીને માનસિક તાણ, ચિંતા અને દીર્ઘકાલીન બીમારી પર પણ તરત ઈલાજ કરે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા ભક્ત નિશ્ચિત જ એકાગ્રતા, સ્મરણશક્તિ અને નિર્ણય ક્ષમતામાં નોંધપાત્ર રીતે વધારો અનુભવશે. તેમને નકારાત્મક ઊર્જા, અણધાર્યા અવરોધ અને ગ્રહદોષથી દૈવી સંરક્ષણ મળશે. શારીરિક અને માનસિક આરોગ્યમાં પણ સુધારણા દેખાઈ આવશે, એમ આચાર્ય ઉપેન્દ્રજીએ જણાવ્યું હતું.

અંતર યોગ ગણેશ વિદ્યા મહાયજ્ઞ એક વૈશ્વિક નિમંત્રણ છે. જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ સાધવાનું, આગામી સંકટથી સંરક્ષણ મેળવવાનું અને સફળતા તથા સમૃદ્ધિ તરફ આગેકૂચ કરવા માટેનું આ આમંત્રણ છે. બધાને આ જીવનમાં પરિવર્તન લાવનારા અદ્વિતીય કાર્યક્રમમાં ભાગ લેવાનું હાર્દિક આમંત્રણ છે.

કાર્યક્રમ અંગે વધુ માહિતીઃ અંતર યોગ ગણેશ વિદ્યા મહાયજ્ઞ કાર્યક્રમ બધા માટે નિઃશુલ્ક ખુલ્લો છે.

તારીખઃ રવિવાર, 11 મે, 2025

સ્થળઃ સિડકો એક્ઝિબિશન સેન્ટર, વાશી, નવી મુંબઈ

સમયઃ સવારે 7.30થી રાત્રે 10.30

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2025 08:15 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK