Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પેપ્લમ ટૉપ્સનું પાવરફુલ કમબૅક

પેપ્લમ ટૉપ્સનું પાવરફુલ કમબૅક

Published : 01 April, 2026 02:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના સમયનું પેપ્લમ માત્ર સ્વીટ કે ગર્લી નથી પણ એ વધુ પાવરફુલ અને આર્કિટેક્ચરલ છે. એ તમારા ફિગરને માત્ર આકાર નથી આપતું, તમારા વ્યક્તિત્વમાં એક અનોખો આત્મવિશ્વાસ પણ ઉમેરે છે

પેપ્લમ

પેપ્લમ


૨૦૧૦ના દાયકામાં પેપ્લમ એક સેફ ફૅશન મનાતી હતી. ઑફિસવેઅરથી લઈને પાર્ટીવેઅર સુધી એ દરેક જગ્યાએ ફિટ બેસતું હતું. એ સમયે એની સ્ટાઇલ ફિક્સ હતી. ટાઇટ કમર, નીચે ઘેર અને એની સાથે સ્કિની જીન્સ કે પેન્સિલ સ્કર્ટ. જ્યારે ફૅશન-વર્લ્ડ ધીમે-ધીમે આરામદાયક અને રિલૅક્સ્ડ ફિટિંગ તરફ વળ્યું ત્યારે પેપ્લમની આ ટાઇટ ફિટિંગવાળી સ્ટાઇલ જૂની લાગવા માંડી. લોકો એને આઉટડેટેડ માનવા લાગ્યા, પણ હવે પેપ્લમે જે રીતે કમબૅક કર્યું છે એ જોઈને ફૅશનપ્રેમીઓ દંગ રહી ગયા છે. 

પેપ્લમનું મૉડર્ન વર્ઝન - જો તમને લાગતું હોય કે પેપ્લમ જૂના જેવું જ હશે તો તમે ખોટા છો. આ વખતના પેપ્લમમાં ડિઝાઇનર્સ ઘણું નવું લાવ્યા છે. 



આર્કિટેક્ચરલ શેપ્સ - આ વખતનાં પેપ્લમ ટૉપ્સ માત્ર ઝાલર જેવાં નથી પણ એને પ્રૉપર આકાર આપવામાં આવ્યો છે. એ પહેર્યા પછી શરીરને એક મજબૂત અને પાવરફુલ લુક આપે છે. 


એસિમેટ્રિકલ કટ્સ - હવે પેપ્લમનો ઘેર ચારે બાજુ સરખો હોવાને બદલે એક બાજુ લાંબો અને એક બાજુ ટૂંકો હોઈ શકે છે, જે એને વધુ રસપ્રદ બનાવે છે. 

હેવી ફૅબ્રિક્સ - પહેલાં પાતળા કાપડનો ઉપયોગ થતો પણ હવે જાડું સિલ્ક કે સ્ટ્રક્ચર્ડ કૉટન વાપરવામાં આવે છે જે ડિઝાઇનના આકારને જાળવી રાખે છે. 


પેપ્લમ કઈ રીતે સ્ટાઇલ કરવું?

પેપ્લમનું કમબૅક ત્યારે જ સફળ કહેવાય જ્યારે તમે એને સાચી રીતે પહેરો. આધુનિક લુક મેળવવા માટે આ ટિપ્સ અનુસરો. 

બૉટમ્સમાં બદલાવ લાવો - હવે પેપ્લમ સાથે સ્કિની જીન્સ પહેરવાનું ટાળો. એના બદલે વાઇડ લેગ ટ્રાઉઝર્સ એટલે કે પહોળાં પૅન્ટ્સ, રિલૅક્સ્ડ ડેનિમ અથવા લૉન્ગ સ્કર્ટ પહેરો. ઉપર વૉલ્યુમ અને નીચે પણ થોડો ઘેર હોવો એ આ વખતનો નવો નિયમ છે. 

કલર પૅલેટ - જો તમે ડિઝાઇન સાથે પ્રયોગ કરી રહ્યા હો તો રંગો સાદા રાખો. બ્લૅક, વાઇટ, ગ્રે કે પેસ્ટલ કલર્સ પેપ્લમની ડિઝાઇનને વધુ ઉઠાવ આપે છે. 

ઍક્સેસરીઝનો ઓછો ઉપયોગ - પેપ્લમ પોતે જ એક મોટું સ્ટેટમેન્ટ છે. તેથી ગળામાં ભારે જ્વેલરી કે ચળકતા બેલ્ટ ટાળો. એક નાની બૅગ અને સ્લીક હીલ્સ તમારા લુકને પર્ફેફેક્ટ બનાવશે.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK