° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


વાહ વાહ વેલ્વેટ

16 February, 2021 09:00 AM IST | Mumbai | Varsha Chitaliya

વાહ વાહ વેલ્વેટ

વેલ્વેટ ડ્રેસ

વેલ્વેટ ડ્રેસ

વેલ્વેટ એવું ફૅબ્રિક છે જે ક્યારેય આઉટડેટેડ નથી થયું. ફૅશનેબલ મહિલાઓ એને નજરઅંદાજ કરી જ ન શકે. એંસીના દાયકામાં બ્રિટનની રૉયલ ફૅમિલીની મહિલાઓ પાર્ટીમાં વેલ્વેટના ડ્રેસિસ પહેરીને એન્ટ્રી લેતી એ મોમેન્ટ્સને કૅપ્ચર કરવા પાપારાઝી ફોટોગ્રાફરોમાં પડાપડી જોવા મળતી. વેસ્ટર્ન ફૅશન ઇન્ડસ્ટ્રીમાં તો વેલ્વેટને રૉયલ ફૅબ્રિક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. જોકે આ ફૅબ્રિક હવે રેડ કાર્પેટ, હાઇફાઇ પાર્ટી અને ફૅશન-શો સુધી સીમિત ન રહેતાં ભારતની સામાન્ય મહિલાઓના વૉર્ડરોબમાં સ્થાન પામ્યું છે ત્યારે વાત કરીએ વેલ્વેટના લેટેસ્ટ

ફૅશન ટ્રેન્ડની.

વેસ્ટર્ન આઉટફિટ્સ

વેલ્વેટને તમે વિન્ટર કલેક્શન સાથે જોડી શકો. વેસ્ટર્ન કન્ટ્રીમાં ઠંડી બહુ પડતી હોવાથી ત્યાંના ડિઝાઇનરોના ફૅબ્રિક લિસ્ટમાં વેલ્વેટ ટૉપ પર હોય છે. જોકે ઇન્ટરનેટના જમાનામાં ફૅશન ટ્રેન્ડને આખા વર્લ્ડમાં ફેલાતાં વાર નથી લાગતી. ગોરેગામનાં ફૅશન-ડિઝાઇનર સ્વીટી મામતોરા કહે છે, ‘વેસ્ટર્ન આઉટફિટ્સમાં વેલ્વેટનો દબદબો કાયમ રહ્યો છે. ૨૦૨૦-૨૦૨૧ના વર્ષમાં ફૅશન ઇન્ડસ્ટ્રીમાં વેલ્વેટનો વપરાશ વધ્યો છે. દેખાવમાં ગ્લૉસી અને શાઇની હોવાથી આ ફૅબ્રિક ઈવનિંગ પાર્ટી માટે બેસ્ટ છે. ખાસ કરીને વનપીસ ડ્રેસમાં વેલ્વેટ સજેસ્ટ કરવામાં આવે છે. કોઈ પણ ફૅશન ટ્રેન્ડ સેલિબ્રિટીઝના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચે છે. ઇન્ફ્લુઅન્સર્સ સેલિબ્રિટીના ડિઝાઇનર પોર્ટફોલિયોને ફૉલો કરતા હોય છે. ઇન્ડિયાના ટૉપના પાંચ ફૅશન-ડિઝાઇનરો પાસે વેલ્વેટ ફૅબ્રિકનું સારુંએવું કલેક્શન હોવાથી હાઇફાઇ પાર્ટીઝમાં જતી ફૅશનેબલ યુવતીઓમાં એની પૉપ્યુલરિટી વધી છે. વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત યુવા પેઢીને વેલ્વેટનું ઍટ્રૅક્શન છે, પરંતુ એને ભારતીયોની ફર્સ્ટ ચૉઇસ ન કહી શકાય. આપણે આ ટ્રેન્ડને રૉયલનો દરજ્જો ન આપી શકીએ.’

ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલ

ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસમાં પણ વેલ્વેટની એન્ટ્રી થઈ ગઈ છે. સબ્યસાચી મુખરજી અને મનીષ મલ્હોત્રા જેવા સેલિબ્રિટી ફૅશન-ડિઝાઇનરોએ વેલ્વેટમાં ઘણા એક્સપરિમેન્ટ કર્યા છે. તેમણે ડિઝાઇન કરેલા અનારકલી અને સાડી જેવા પરંપરાગત ભારતીય પોશાકે મહિલાઓનાં દિલ જીતી લીધાં છે. પરંપરાગત પરિધાનમાં વેલ્વેટના રોલ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઇન્ડિયન બિગ ફૅટ વેડિંગમાં રિંગ સેરેમની, મેંદી, સંગીત, મુખ્ય લગ્નવિધિ, રિસેપ્શન એમ ઘણીબધી ઇવેન્ટ્સ હોય છે. દરેક ઇવેન્ટમાં ડિફરન્ટ સ્ટાઇલના આઉટફિટ પહેરવાના હોય અને ઘણાંબધાં ફૅબ્રિક વાપરવાના હોય ત્યારે ડિઝાઇનર વેલ્વેટને ક્યાં યુઝ કરી શકાય એના પર કામ કરે છે. કલ્ચરલ ઇવેન્ટમાં એટલે કે લગ્નની મુખ્ય વિધિમાં પહેરવાના આફટફિટ્સમાં આજે પણ સિલ્કનું સ્થાન સૌથી ઉપર છે. આપણા દેશમાં કલ્ચરલ ઇવેન્ટમાં વપરાતા ટૉપ-થ્રી ફૅબ્રિકમાં વેલ્વેટનું સ્થાન નથી, પણ ટૉપ- ફાઇવમાં એને ચોક્કસ મૂકી શકાય. લેટેસ્ટમાં બ્રાઇડના પાનેતર અથવા લેહંગાને ડિઝાઇન કરતી વખતે વેલ્વેટની બૉર્ડર મૂકવાનો ટ્રેન્ડ પૉપ્યુલર બન્યો છે.’

ઇન્ડો-વેસ્ટર્ન શબ્દમાં વેસ્ટર્ન આવે છે એ દર્શાવે છે કે પાશ્ચાત્ય કલ્ચર સાથે જોડાયેલી ઇવેન્ટમાં ઇન્ડિયન સ્ટાઇલ જોઈએ છે. લગ્નની મેઇન ઇવેન્ટ્સ ઉપરાંત કપલ્સના ફોટોસેશન, બૅચલર્સ પાર્ટી, પૂલ પાર્ટી, કસીનો પાર્ટી, સનડાઉન પાર્ટી પણ ઑર્ગેનાઇઝ થવા લાગ્યાં છે. લગ્ન પહેલાંની આવી તમામ ઇવેન્ટ વેસ્ટર્ન કલ્ચરની દેન છે. અહીં તમે વેલ્વેટ ટ્રાય કરી શકો. આઇડિયાઝ શૅર કરતાં સ્વીટી કહે છે, ‘કરીના કપૂરે કૉકટેલ પાર્ટીમાં વેલ્વેટ ફૅબ્રિકમાંથી ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી ત્યારથી આકર્ષણ વધ્યું છે. મૅરેજની પહેલાંની એકાદ ઇવેન્ટમાં વેલ્વેટની સાડી પહેરી શકાય. આ સિવાય રિસેપ્શનમાં પહેરવાના ઇન્ડો-વેસ્ટર્ન ગાઉનમાં પણ વેલ્વેટને અન્ય ફૅબ્રિક સાથે મર્જ કરવાનો ટ્રેન્ડ છે. પાર્ટીવેઅરમાં સ્ટાઇલિશ લુક માટે વેલ્વેટ ટ્રાય કરવા જેવું ખરું. વેલ્વેટ સાથે ઑર્ગેન્ઝાનું કૉમ્બિનેશન એલિગન્ટ લુક આપે છે. વેલ્વેટ પલાઝો અથવા લૉન્ગ સ્કર્ટની ઉપર ઑર્ગેન્ઝા ફૅબ્રિકમાંથી ડિઝાઇન કરેલાં ટૉપ પહેરવાં. ફૅમિલી ફંક્શન અથવા નાના-મોટા પ્રસંગોમાં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલના ડ્રેસ સાથે વેલ્વેટનો દુપટ્ટો ક્લાસિક લાગે છે.’

ફૅબ્રિકની કૅર

વેલ્વેટમાં ઘણીબધી વરાઇટી આવે છે. રીટેલ માર્કેટમાં મળતાં વેલ્વેટ ફૅબ્રિક આર્ટિફિશ્યલ સિન્થેટિક મટીરિયલની કૅટેગરીના હોય છે. એની સ્પેશ્યલ કૅર કરવાની આવશ્યકતા નથી પણ ઓરિજિનલ વેલ્વેટની સંભાળ રાખવી પડે. ફૅબ્રિકની ક્વૉલિટી અને કૅર વિશે માહિતી આપતાં સ્વીટી કહે છે, ‘આર્ટિફિશ્યલ વેલ્વેટને હૅન્ડ વૉશ કરવામાં વાંધો નથી પણ પ્યૉર વેલ્વેટને ડ્રાય ક્લીનિંગમાં આપવું જોઈએ. કોઈ પણ ફૅબ્રિકને લૉન્ડ્રીમાં કેમિકલ પ્રોસેસ દ્વારા વૉશ કરવામાં આવે છે તેથી એનું ઓરિજિનલ ટેક્સ્ચર બરકરાર રહે છે. આપણે ત્યાં મિક્સ વેલ્વેટ મળે છે. વેલ્વેટના આઉટફિટ્સને ગડી કરીને મૂકો છો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. લાંબો સમય સુધી તમે સિલ્કની સાડીને ખોલતા નથી ત્યારે કિનારીમાંથી ઝળી જાય છે એવી જ રીતે વેલ્વેટના ડ્રેસ પણ એજિસમાંથી ખરાબ થઈ જાય છે. વેલ્વેટનું ટેક્સ્ચર એવું છે જેમાં ઉપરની લેયરમાં ફર હોય છે. લાંબો સમય સુધી ડ્રેસિસ એમ જ પડ્યા રહે તો એજિસમાંથી ફર ઓછું થવા લાગે છે. પછી એને પહેરો તો કિનારી પરથી ઝાંખું દેખાય. વેલ્વેટના આઉટફિટ્સને આયર્નિંગ કરતી વખતે પ્રૉપર કૅર લેવી જરૂરી છે. આયર્નિંગના ટેમ્પરેચરને ફૉલો ન કરો તો શાઇનિંગમાં ફરક પડી જાય છે. જોકે વેલ્વેટ ફૅબ્રિકની લાઇફ સારી હોવાથી કાળજી લેવામાં વધુ કડાકૂટ કરવાની જરૂર પડતી નથી.’

કલર્સ અને ડિઝાઇન

વેલ્વેટ ફૅબ્રિક ફૅશન ટ્રેન્ડનો હિસ્સો બનતાં મોટા ભાગના ઓકેઝનમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. મિડલ એજ વિમેનના વૉર્ડરોબમાં વેલ્વેટ સ્થાન જમાવી રહ્યું હોવાથી ભારતીયોની પસંદગી અને પ્રસંગોને અનરૂપ એના કલર કૉમ્બિનેશન અને ડિઝાઇનમાં ઘણા નવા એક્સપરિમેન્ટ થઈ રહ્યા છે. વાઇન રેડ, મરૂન, બ્લુ, બ્લૅક અને મજન્ટા જેવા વાઇબ્રન્ટ કલર્સ મહિલાઓને પસંદ પડે છે. ઑફ-શોલ્ડર વેલ્વેટ ગાઉન, રેડી ટુ ડ્રેપ સાડી, હાઇ નેકલાઇન અને કૉલર નેક બ્લાઉઝ તેમ જ અનારકલી લેટેસ્ટ ટ્રેન્ડ છે.

પુરુષોના આઉટફિટ્સમાં વેલ્વેટની એન્ટ્રી

લગ્નમાં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલની વાત આવે ત્યારે પુરુષોના આઇટફિટ્સને પણ ફોકસ કરવું પડે. વેડિંગની મેઇન ઇવેન્ટમાં બ્રાઇડના ડ્રેસમાં નહીં પણ ગ્રૂમના ડ્રેસમાં વેલ્વેટનું કૉમ્બિનેશન સેલિબ્રિટીઝ સ્ટાઇલને આભારી છે. થ્રી-પીસ શેરવાનીમાં ડિઝાઇનર વેલ્વેટ પર ભાર મૂકે છે. જૅકેટ સ્ટાઇલની કોટીની ડિઝાઇનમાં ગ્લૉસી ફૅબ્રિક વાપરવાથી ફોટોગ્રાફ્સ સારા આવે છે તેમ જ રૉયલ એટલે કે નવાબો જેવો લુક લાગે છે. કેટલાક ડિઝાઇનર કોટીના બદલે સાઇડ દુપટ્ટાની બૉર્ડરમાં વેલ્વેટનો ઉપયોગ કરે છે. ઇન્ડિયન કલ્ચરલ ઇવેન્ટ્સમાં પુરુષોના આઉટફિટ્સમાં પણ વેલ્વેટને યુઝ કરવાનો ટ્રેન્ડ પૉપ્યુલર છે.

ઈવનિંગ પાર્ટીના આઉટફિટ્સમાં વેલ્વેટ બેસ્ટ ચૉઇસ કહેવાય. વેડિંગના લેટેસ્ટ ટ્રેન્ડમાં બ્રાઇડના પાનેતર અથવા લેહંગાની બૉર્ડરમાં વેલ્વેટ યુઝ કરવામાં આવે છે. વેલ્વેટ સાથે ઑર્ગેન્ઝાનું કૉમ્બિનેશન એલિગન્ટ લુક આપે છે તેથી પાર્ટીવેઅરમાં સ્ટાઇલિશ લુક માટે આ ફૅબ્રિક ટ્રાય કરવા જેવું ખરું. વેલ્વેટ પલાઝો અથવા લૉન્ગ સ્કર્ટની ઉપર ઑર્ગેન્ઝા ફૅબ્રિકમાંથી ડિઝાઇન કરેલાં ટૉપ પહેરવાં. ફૅમિલી ફંક્શન અથવા નાના-મોટા પ્રસંગોમાં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલના ડ્રેસ સાથે વેલ્વેટનો દુપટ્ટો ક્લાસિક લાગે છે.
- સ્વીટી મામતોરા, ફૅશન-ડિઝાઇનર

16 February, 2021 09:00 AM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

ફેશન ટિપ્સ

ગિફ્ટ આપવા માટે જ નહીં, ગ્લો માટે પણ વાપરો ચૉકલેટ

ફેસ માસ્ક ઉપરાંત ચૉકલેટની બનાવટનાં બૉડી લોશન, સોપ, એક્સફોલિએટર પણ પૉપ્યુલર પ્રોડક્ટ્સ છે ત્યારે સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતી આ પ્રોડક્ટ્સ વિશે એ ટુ ઝેડ જાણી લો.

19 October, 2021 04:22 IST | Mumbai | Varsha Chitaliya
ફેશન ટિપ્સ

આને કહેવાય દિવાળીનો શાનદાર લુક

તહેવારોમાં સ્ટાઇલની સાથે કૂલ લુક જોઈતો હોય તો શૉર્ટ, થ્રી કટ અથવા લખનવી કુરતા વિથ ઍન્કલ લેન્ગ્થ પૅન્ટ બેસ્ટ ચૉઇસ

18 October, 2021 10:12 IST | Mumbai | Varsha Chitaliya
ફેશન ટિપ્સ

પ્લસ સાઇઝની બ્યુટી પેજન્ટે આમની દુનિયા બદલી નાખી

પાર્લામાં રહેતાં દીપિકા શાહના આત્મવિશ્વાસે ગજબનો વળાંક લીધો છે. દેશભરમાંથી ૫૦૦ લોકોએ ઑડિશન આપેલું જેમાંથી સિલેક્ટ થયેલી સો મહિલામાં દીપિકા શાહ હતાં એટલું જ નહીં, તેમણે મોસ્ટ સ્પેક્ટેક્યુલર આઇઝનો ખિતાબ જીત્યો હતો

12 October, 2021 11:50 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK