વાગળે એસ્ટેટમાં આશર IT પાર્કની બહાર સ્ટ્રીટ-ફૂડની જાત-જાતની વરાઇટી છે એમાં આ લિટ્ટી-ચોખાનો પણ સમાવેશ છે.
લિટ્ટી
ક્યારેક થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં જવાનું થાય અને બિહારી વાનગી લિટ્ટી-ચોખા ખાવાના શોખીન હો તો ત્યાં આ આઇટમ તમને મળશે. ભૂંજેલા કાળા ચણાના લોટ એટલે કે સત્તુ સાથે કાંદા, લસણ, આદું, મરચાં અને મસાલા મિક્સ કરીને બનાવેલા સ્ટફિંગને ભરીને ઘઉંના લોટના બૉલ બનાવવામાં આવે અને એને અગ્નિ પર ભૂંજવામાં આવે એને લિટ્ટી કહેવાય. રીંગણાં, ટમેટાં, લસણ, મરચાં વગેરેને ભૂંજીને તથા પછી છાલ કાઢીને પછી મૅશ કરવામાં આવે; એમાં કાંદા, સરસવનું તેલ, આદું-લસણ નાખવામાં આવે એટલે ચોખા તૈયાર. વાગળે એસ્ટેટમાં આશર IT પાર્કની બહાર સ્ટ્રીટ-ફૂડની જાત-જાતની વરાઇટી છે એમાં આ લિટ્ટી-ચોખાનો પણ સમાવેશ છે. ૪૦ રૂપિયામાં ૪ લિટ્ટી, ઉપર કોથમીર ભભરાવેલા ચોખા અને સાથે કાંદા મળે છે.