Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં મળશે ન્યુ યૉર્ક સ્ટાઇલ પ્રીમિયમ કુકીઝ

નવી મુંબઈમાં મળશે ન્યુ યૉર્ક સ્ટાઇલ પ્રીમિયમ કુકીઝ

Published : 01 August, 2026 02:19 PM | IST | Navi Mumbai
Darshini Vashi

પૅરિસથી કલનરી ડિગ્રી મેળવીને ગુજરાતી યુવાને બેલાપુરમાં શરૂ કરેલું ‘ઓહ સ્ટફી’ કૅફે કુકીઝ પ્રેમીઓ માટે બેસ્ટ પ્લેસ છે

ઓહ સ્ટફી

ખાઈપીને જલસા

ઓહ સ્ટફી


ટી-ટાઇમ સ્નેક્સ તરીકે કુકીઝ તો તમે ઘણી ખાધી હશે, પરંતુ નવી મુંબઈમાં પૅરિસ રિટર્ન ચિરાગ નથવાણીએ એક કુકીઝ શૉપ શરૂ કરી છે જ્યાં તેઓ ન્યુ યૉર્ક સ્ટાઇલની પ્રીમિયમ કુકીઝ બનાવીને વેચે છે. આ કુકીઝ તેમણે વિદેશમાં ટેસ્ટ કરીને હતી અને એને ખાધા બાદ તેમણે અહીં પોતાની રીતે ન્યુ યૉર્ક સ્ટાઇલમાં અને ટેસ્ટમાં રજૂ કરી છે.

નવી મુંબઈમાં આવેલો ‘ઓહ સ્ટફી’ના ફાઉન્ડર ચિરાગ નથવાણી કહે છે, ‘હું કુકિંગ અને બેકિંગ પ્રત્યે પહેલેથી ખૂબ રસ ધરાવું છું. એને શીખવા માટે હું ૨૦૨૧માં પૅરિસ પણ જઈ આવ્યો છું. ત્યાં જઈને કલનરીની ડિગ્રી લીધી હતી. એક વખત મેં ત્યાંની ન્યુ યૉર્ક સ્ટાઇલની કુકીઝ ખાધી જે એકદમ અલગ હતી. એ ખાધા બાદ મને લાગ્યું કે આવી કુકી તો આપણે ત્યાં મળતી જ નથી એટલે અહીં એ બનાવવી જોઈએ. હું ભારત આવ્યો. ૪ મહિના સુધી હું ન્યુ યૉર્ક સ્ટાઇલની કુકીઝ બનાવવા પર કામ કરતો રહ્યો અને ફાઇનલી એને રેડી કરી શક્યો હતો. એની સાથે મેં મારી પોતાની કુકીની બ્રૅન્ડ શરૂ કરી. જોકે મારે લોકો સુધી કેવી રીતે પહોંચવું એ પ્રશ્ન હતો. એટલે મેં મારી રીલ બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકવા માંડી. શરૂઆતમાં ક્લાઉડ કિચન શરૂ કર્યું હતું જે એસ્થેટિક કે મૉડર્ન હતું નહીં કે નહોતા મારી પાસે ઇન્ફ્લુઅન્સર. મેં શૂન્યમાંથી શરૂઆત કરી. હાઈ ક્વૉલિટીની શુગરથી લઈને મોંઘાં ડ્રાયફ્રૂટ્સ વાપરીને મેં કુકીઝ બનાવી. શરૂઆતમાં મેં મુંબઈની ટોચની અલગ-અલગ કૅફેમાં મારી કુકીઝ મોકલી હતી, પરંતુ કોઈએ રસ લીધો નહીં. હવે એવો વખત આવ્યો છે કે તેઓ સામેથી કૉન્ટૅક્ટ કરી રહ્યા છે. યુનિક ટેસ્ટને લીધે એ લોકોને વધુ પસંદ પડી રહી છે અને હવે તો વિદેશમાંથી પણ એના ઑર્ડર આવે છે. એક વર્ષની મહેનત બાદ મેં ‘ઓહ સ્ટફી’ કૅફેની શરૂઆત કરી હતી. કુકીઝમાં અહીં ડબલ ચિપ ન્યુ યૉર્ક સ્ટાઇલ જાયન્ટ કુકીઝ, નટી અફેર, ક્રૅનબેરી ક્રશ, ફૉરબિડન કોકો, તિરામિસુ કુકી, કુનાફા ક્રશ વગેરે ખૂબ ટ્રેન્ડમાં છે.’



ક્યાં મળશે? : ઓહ સ્ટફી, સનસિટી, સેક્ટર-નંબર 15, બેલાપુર, નવી મુંબઈ


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 02:19 PM IST | Navi Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK