અહીં શીખો હની ચિલી પટેટો બૉલ્સ
હની ચિલી પટેટો બૉલ્સ
સામગ્રી : બટાટા - હાફ બૉઇલ્ડ ૨ નંગ, લસણ ૨/૩ કળી સમારેલું, બ્રેડ ક્રમ્સ (ફ્રેશ) ૧ ટેબલસ્પૂન, કૉર્નફ્લોર ૨ ટેબલસ્પૂન, ટમૅટો કેચપ ૧ ટેબલસ્પૂન, ચિલી સૉસ ૨ ચમચી, આદું (ખમણેલું) ૧/૨ ચમચી, તેલ ૨ ટેબલસ્પૂન, કાંદો ૧ નંગ સ્લાઇસ, મધ (હની) ૨ ટેબલસ્પૂન, ટમેટું ૧ નંગ સમારેલું, કૅપ્સિકમ ૧/૨ નંગ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ, લીલી ડુંગળી - સફેદ અને લીલાં પાન સમારેલાં ૨ ટેબલસ્પૂન, તલ ૨ ચમચી, લીલું મરચું ૧ નંગ સમારેલું.
રીત : બટાટાને કુકરમાં બે સીટી બોલાવી વચ્ચેથી કાચા હોય એવા એને ખમણી લો. હવે એમાં લસણ, આદું, લીલો કાંદો, લીલું મરચું, કોથમીર અને ૧ ચમચી મીઠું નાખી મિક્સ કરો. હવે એમાં બ્રેડ ક્રમ્સ અને કૉર્નફ્લોર નાખી બરાબર મિક્સ કરી તેલવાળો હાથ કરી નાના ગોળા (બૉલ્સ) બનાવો. હવે નૉનસ્ટિક અપ્પમ પૅનમાં ટીપું તેલ દરેક ખાંચામાં નાખી આ બૉલ્સને ધીમે તાપે એક સાઇડ ૫થી ૬ મિનિટ માટે શેકો. લાલ થાય એટલે સાઇડ બદલીને બીજી બાજુ લાલ થાય ત્યાં સુધી શેકો.
ADVERTISEMENT
સૉસ માટે : એક પૅનમાં બે ચમચી તેલ લઈને એમાં આદું, કાંદો, મીઠું, ટમેટાં, કૅપ્સિકમ નાખી સાંતળો. હવે એમાં કેચપ અને ચિલી સૉસ ઉમેરો. ૧ ચમચો પાણી નાખો અને બે મિનિટ કુક કરો. હવે ગૅસ બંધ કરી એમાં મધ નાખો. સૉસ તૈયાર છે.
હવે એક પ્લેટમાં બધા બૉલ્સ ગોઠવો અને એના પર તૈયાર સૉસ રેડો. ઉપરથી લીલા કાંદાનાં સમારેલાં પાન અને સફેદ તેલ છાંટો. દરેક બૉલમાં એક ટૂથપિક ભેરવો. તમારું એકદમ સ્વાદિષ્ટ નૉન-ફ્રાઇડ અને ઑલટાઇમ ફેવરિટ સ્ટાર્યર તૈયાર છે જે નાના-મોટા સર્વને પ્રિય છે.
- સ્વાતિ શ્રૉફ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


