અહીં શીખો મેક્સિકન બર્ગર
મેક્સિકન બર્ગર
સામગ્રી : ૩થી ૪ બટાટા, રેડ-યલો-ગ્રીન કૅપ્સિકમ, પર્પલ કોબી, કૉર્ન, ગાજર, કૉર્નફ્લોર, કાંદા, ટમેટા, કૉર્નફ્લોર, ચીઝ સ્લાઇસ, મેયોનીઝ, ટમૅટો કેચપ, બર્ગરના પાંઉ, પાલક
રીત : પાલકને ધોઈને મિક્સરમાં ક્રશ કરીને પ્યુરી બનાવવી. રેડ, યલો, ગ્રીન કૅપ્સિકમના બારીક ટુકડા કરવા. ગાજરને ખમણી લેવાં. પર્પલ કોબીને સુધારી લેવી. કૉર્નને ગરમ પાણીમાં બેથી ત્રણ મિનિટ બૉઇલ કરી લેવા. બટાટાને બાફીને માવો કરવો અને ઉપરની બધી વસ્તુ (કૉર્ન, કોબી, કૅપ્સિકમ, ગાજર) બધું બટાટાના માવામાં નાખી દેવું. પછી ૩થી ૪ ચમચી કૉર્નફ્લોર અને ચાટ મસાલો નાખવો. પછી ટિક્કી વાળી લેવી અને નૉનસ્ટિક લોઢીમાં શૅલો ફ્રાય કરી લેવી. કાંદાને લાંબા સુધારીને સાંતળી લેવા. બર્ગરનાં બન પાંઉમાં બટર લગાડવું. સાંતળેલા કાંદા મૂકવા. એની ઉપર બટાટાની ટિક્કી મૂકવી. ઉપર ચીઝ સ્લાઇસ મૂકવી. ટમેટાંની સ્લાઇસ મૂકવી, ચાટ મસાલો નાખવો. નૉનસ્ટિક લોઢી પર બર્ગરને બેઉ બાજુથી શેકી લેવું. બર્ગરના પાંઉમાં બટરની જગ્યાએ મેયોનીઝ અને ટમૅટો કેચપનું ડિપ બનાવીને પણ લગાવી શકાય.
ADVERTISEMENT
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


