અહીં શીખો સ્વીટ કૉર્ન બન ઢોસા
સ્વીટ કૉર્ન બન ઢોસા
સામગ્રી : એક કપ સ્વીટ કૉર્નના દાણા, હાફ કપ રવો, એક કપ પીળી મગની દાળ, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, કૅપ્સિકમ, કોબી, ગાજર, એક ચમચી આમચૂર પાઉડર, દહીં બૅટર બનાવવા માટે જરૂર પ્રમાણે, એક ચમચી ઈનો.
વઘાર માટે : બે ચમચી તેલ, રાઈ, જીરું, તલ, લીમડાનાં પાન, હિંગ.
ADVERTISEMENT
રીત : મગની દાળ ૩ કલાક પલાળીને બારીક પીસી લેવી. સ્વીટ કૉર્નની પણ પેસ્ટ બનાવવી. એક બાઉલમાં પીસેલી દાળ ને કૉર્ન કાઢીને એમાં રવો, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, અને બધાં શાક, આમચૂર પાઉડર નાખીને મિક્સ કરવું, દહીં નાખીને બૅટર બનાવવું (હાંડવા જેવું). એક કડાઈમાં તેલ મૂકીને રાઈ, જીરું, તલ, લીમડાનાં પાન અને હિંગ નાખીને વઘાર કરવો. વઘાર બૅટરમાં નાખીને મિક્સ કરવું. છેલ્લે ઈનો નાખીને નાની કડાઈ કે વઘારિયામાં નાના-નાના બન ઢોસા બનાવવા.
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


